NAVSARIVANSADA

“એક વરરાજા અને બે કન્યાઓ”વાંસદા ખાનપુરમાં લગ્ન મંડપમાં એક વરરાજા બે યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાશે!

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ખાનપુર પારસી ફળિયામાં લગ્નની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકના બે યુવતીઓ સાથે એક જ મંડપમાં, એક જ સમયે લગ્ન થવા જઈ રહ્યા છે. ખાનપુર ગામના મેઘરાજ નામના યુવાન બે યુવતીઓ સાથે લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યો છે. આ અનોખા લગ્નની પત્રિકા ખૂબ વાયરલ થઈ છે. આ અનોખા લગ્નએ લોકોમાં ઉત્સુકતા જગાડી છે.

આદિવાસી વસ્તી ધરાવતા વાંસદા તાલુકાના ખાનપુર ગામના યુવક મેઘરાજે એક યુવતી જોડે સગાઈ કરી હતી. આ સગાઈ કર્યા બાદ 2013ની સાલમાં અન્ય એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. યુવકને બન્ને

વાંધો નહીં હોય રાજીખુશીથી સાથે રહેવા લાગ્યા હતા. દરમિયાન એક યુવતીએ દીકરી અને દીકરાને જન્મ આપ્યો. જ્યારે અન્ય એક યુવતીને

દિકરો અવતર્યો હતો. બધા એક જ પરિવારમા રહેતા છે. મેઘરાજે બંને યુવતીઓને પત્ની તરીકે તો સ્વીકારી | લીધી હતી પરંતુ બાળકો મોટા થતા હોય અને લગ્ન બાકી હોય ત્યારે પરિવાર દ્વારા લગ્ન કરવાનું નક્કી કર્યું. કુંકણા સમાજમાંથી આવતા પરિવારે તમામ તૈયારીઓ કરી દીધી આમંત્રણ પત્રિકામાં વર સાથે બે કન્યાઓના નામો લખવામાં આવતા જ પત્રિકા ખુબ જ વાયરલ થવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, વાંસદા તાલુકાના ખાનપુર ગામે લગ્ન કરનાર યુવક પિતાની પણ બે પત્નીઓ અને દાદાની પણ બે પત્નીઓ હતી. હાલ આ પરિવારમાં દાદા, પિતા અને હવે મેઘરાજ એક સાથે બે કન્યા સાથેના લગ્ન કરી રહ્યા છે.

મેઘરાજ નામના યુવકને બંને યુવતીઓ સાથે પ્રેમ થયો, બંને , બંને યુવતીઓ રાજીખુશીથી પત્ની તરીકે સાથે રહેતી હતી, લીવઈનમાં બંને યુવતીને બાળકો અવતરતા છેવટે લગ્નના તાંતણે બંધાવાનો નિર્ણય લીધો

Back to top button
error: Content is protected !!