NAVSARINAVSARI CITY / TALUKO
નવસારી જમાલપુર,ની પ્રિયાબેન રાઠોડ ગુમ થયા છે : ભાળ મળ્યેથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી રૂરલ પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવ્યાં અનુસાર પ્રિયાબેન જીતુભાઇ રાઠોડ રહે- જમાલપોર, વિદ્યાકુંજ હાઇસ્કુલ પાછળ, હળપતિવાસ, નવસારી તા.૧૬/૦૧/૨૦૨૬ ના રોજ ઘરેથી વાટિકામાં જઇ સામાન લઇ આવું છું એમ કહી ગયા બાદ કયાંક ચાલી ગઇ છે. ગુમ થનાર પ્રિયાબેનની ઉ.વ.-૨૦, ઉંચાઇ ૫ ફૂટ ૨ ઇંચ, રંગે ઘઉવર્ણ, પાતળા બાધાંની, શરીરે સફેદ કલરનો ડ્રેશ પહેરેલ છે. ધોરણ-૧૦ સુધી અભ્યાસ કરેલ છે અને ગુજરાતી-હિન્દી ભાષા જાણે છે. ગુમ થનાર પ્રિયાબેનની ભાળ મળ્યેથી નજીકના પોલીસ સ્ટેશન અથવા નવસારી રૂરલ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.




