કડાણા તાલુકાની ઘટના સરપંચ પિતા અને વચેટીયાને 20,000 ની લાંચ લેતા ઝડપી પાડતી મહીસાગર એસીબી પોલીસ

સરપંચ પિતા અને વચેટીયાને વીસ હજાર ની લાંચ લેતા ઝડપી પાડતી મહીસાગર એસીબી પોલીસ…
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
કડાણા તાલુકાના દધાલીયા ગ્રામપંચાયત નાં સરપંચ નાં પિતા ને વચેટીયો પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી પાસેથી લાંચની રકમ રુપિયા વીસ હજાર સ્વીકારતા મહીસાગર જિલ્લા એસીબી નાં હાથે ઝડપાયો….
મહીસાગર જિલ્લા નાં કડાણા તાલુકાની દધાલીયા ગ્રામપંચાયત માં સરપંચ કૈલાસબેન નાં પિતા અરવિંદભાઈ ભુરા વાગડીયા વહીવટ તમામ કરતાં હોય ને આ વિસ્તાર ના પ્રધાનમંત્રી આવાસના લાભાર્થી નું મંજૂર થયેલ ને આ આવાસનો પ્રથમ ને બીજો હપ્તો નાં નાણાં લાભાર્થી નાં બેંક ખાતામાં જમા થયેલ હોય આ સરપંચ નાં પિતા ને વચેટીયો ટકાવારી નાં નાણાં રુપિયા બાવીસ હજાર જેવી રકમની લાચની અવારનવાર માંગણી ને ઉધરાણી કરતા હોય ને ફરીયાદો ને નાણાં આપવા નાં હોઈ આ જાગૃત આવાસના લાભાર્થી દ્વારા આ લાંચ ની માંગણી કરનાર સરપંચ નાં પિતા અરવિંદભાઈ ભુરા વાગડીયા ને વચેટિયા દિગ્વિજયસિંહ પુવાર રહે.દધાલીયા વિરુદ્ધ મહીસાગર એસીબી કચેરી માં ફરીયાદ આપતાં એસીબી પો.ઈ.એમ્એ.તેજોતને સ્ટાફે મદદનીશ નિયામક બી.એમ.પટેલ એકમ ગોધરા નાં માગૅદશૅન હેઠળ ફરીયાદી ની ફરીયાદ થી કાયદેસરની કાર્યવાહી કરીને આરોપી ઓ વિરુદ્ધ લાચનુ છટકું મલેકપુર ચોકડી પાસે ગોઠવેલ ને આ લાંચના છટકા દરમ્યાન આરોપી દિગ્વિજયસિંહ પુવાર નાં ઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ને લાંચની રકમ રુપિયા વીસ હજાર ની માંગણી કરેલ જેથી ફરીયાદી એ સરપંચ નાં પિતા આરોપી અરવિંદભાઈ ભુરા વાગડીયા સાથે વાતચીત કરતા આરોપી અરવિંદભાઈ વાગડીયા એ રુપિયા વીસ હજાર આપવા જણાવેલ.
આ લાંચના છટકા માં આરોપી દિગ્વિજયસિંહ પુવાર લાંચના રુપિયા વીસ હજાર પંચની હાજરી માં ફરીયાદી પાસેથી સ્વીકારતાં રંગે હાથે ઝડપાઇ ગયેલ.
સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર,
આ દધાલીયા ગ્રામપંચાયત નાં સરપંચ ને તેમના પિતા અરવિંદભાઈ ભુરા વાગડીયા વિરુદ્ધ જેતે સમય નાં તલાટી ની બોગસ સહી સિક્કા કરીને સરપંચ ની જાણકારી માં ગ્રામપંચાયત નો ચેક અરવિંદભાઈ ભુરા વાગડીયા નો લખી ને મોટી રકમ ગ્રામપંચાયત નાં બેંક ખાતા માંથી ઉપાડી ને ગેરરીતિ આચરેલ ને વિકાસ નાં કામો માં ગેરરીતિઓ આચરીને નાણાકીય ગેરરીતિઓ કરેલા ની રજૂઆત થતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ મોકલી તપાસ ક રેલ ને જેતે સમય નાં
મહીસાગર જિલ્લા નાં ડી. ડી.ઓ.પણ દધાલીયા ગયેલ,
પરંતુ આ તપાસ ને મહીનાઓ વિત્યા છતાં પણ આ આ દધાલીયા ગ્રામપંચાયત નાં સરપંચ ને તેનાં પિતા વિરુદ્ધ ની રજૂઆત ની તપાસ નો અંત આવતો નથી ને સ્થાનીક ને જીલ્લા પંચાયત નાં તંત્ર દ્વારા ભષ્ટ્રાચાર ની રજૂઆત ની તપાસ માં કેમ ઢીલી નીતિ કોનાં ઈશારે અપનાવી ને કૌભાંડીઓ ને ભષ્ટ્રાચારી ઓને જાણેકે છાવરવા નો પ્રયાસ કરાતો હોય તેમ આ વિસ્તાર ની પ્રજા મુખે જોરશોર થી ચચૉઈ રહેલ છે.
એસીબી પોલીસે આ લાંચના ગુનામાં આ બંને આરોપી ઓની ધરપકડ કરી ને કાયદેસરની કાર્યવાહી કરીને બંન્ને આરોપી ઓના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે





