
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : લાઈટ માઇક્રો ફાયનાન્સના કર્મચારીઓ જ ચોર નીકર્યા,ચોરો એ રૂપિયાની તિજોરી માટીમાં સંતાડી,બે આરોપી ઝડપાયા અંતે ચોરીનો ભેદ ઉકેલાયો
અજાણ્યા ચોર ઇસમોએ મેઘરજ પહાડીયા મુકામે સત્યમ કોમ્પ્લેક્ષ માં આવેલ દુકાન નં.જી-૫,૬,૭ ની દુકાનોમાં અમારી લાઈટ માઇક્રો ફાયનાન્સની બ્રાંચનુ લોક તોડી અંદર પ્રવેશ કરી લાઈટ માઇક્રો ફાયનાન્સની બ્રાંચમાં બે દિવસના જમા થયેલ રોકડ રૂ.૯,૬૫,૦૫૨/- રૂપીયા લોકરમાં મુકેલ હતા જે રૂ.૯,૬૫,૦૫૨/- સાથેનુ લોકર (તિજોરી) જેની કિ.રૂ.૧૮,૦૦૦/- તથા બ્રાંચમાંથી સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર.નુ બોક્ષ જેની કિ.રૂ.૧૫, ૦૦૦/-ની મળી કુલ કિ.રૂ.૯,૯૮,૦૫૨ /- ની ચોરી કરેલ હોય જે સબંધે તા.૦૯/૦૯/૨૦૨૪ ના રોજ મેઘરજ પો.સ્ટે ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૭૨૪૦૫૬૬/૨૦૨૪ BNS એકટ કલમ.૩૩૧(૪),૩૦૫,૫૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હતો.
જે ઉપરોકત વણશોધાયેલ ગુન્હાની સ્થળ વિઝીટ કરી આજુ બાજુના વિસ્તારના સી.સી.ટી.વી ફુટેજ તથા ટેકનીકલ સર્વેલન્સ કરી ખાનગી બાતમીદારો રોકી ગુન્હો શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરેલ હતા દરમ્યાન સદર ગુન્હાના કામે એક બોલેરો પીકઅપ ડાલુનં. GJ17TT9755 નુ વપરાયેલાની જણાયેલ જેથી સદર ડાલા તથા તેનો કબ્જો ભોગવટો ધરાવનારને પોલીસે પોતાની વોચ રડારમાં લઇ તેઓની હિલચાલ ઉપર ખાનગી બાતમીદારોની વોચ ગોઠવી ગુન્હાની વોચ/તપાસમા હતા દરમ્યાન આજરોજ મેઘરજ પો.સ્ટે વિસ્તારમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કે, મેઘરજ સત્યમ કોમ્પલેક્ષ મુકામે આવેલ માઇક્રો ફાયનાન્સની ચોરીમાં વપરાયેલ બોલેરો પીકઅપ ડાલુનં. GJ17TT9755 ના માલીક રામચંદ ભાઇ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોર રહે.રાજપુર તા.મેઘરજ જી.અરવલ્લી તથા પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર રહે.બેલ્યો તા.મેઘરજ જી.અરવલ્લી તથા લક્ષ્મણભાઈ રૂપાભાઈ ડામોર રહે.બાંઠીવાડા, હિરાટીબા તા. મેઘરજ જી.અરવલ્લીનાઓએ ભેગા મળી પૈસા ભરેલ લોકર (તીજોરી) ની ચોરી કરી લોકર રામચંદના ઘર પાસે પથ્થરો નિચે માટી માં દાટી સંતાડી રાખેલ છે જે આજરોજ રામચંદભાઈ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોર રહે, રાજપુર તા.મેઘરજ જી.અરવલ્લી તથા પ્રકાશ કુમાર નટવરભાઈ ડામોર રહે,બેલ્યો તા.મેઘરજ જી.અરવલ્લી બહાર કાઢી રામચંદના ઘરમાં ખોલવા પ્રયાસો કરી રહેલ છે.જે બાતમી હકીકત આધારે પંચો સાથે સદરી રામચંદભાઇ ઉર્ફે ભાયો શનાભાઇ ડામોર રહે.રાજપુર તા.મેઘરજ જી.અરવલ્લી વાળાના ઘરે જતાં તથા પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર રહે.બેલ્યો તા.મેઘરજ જી.અરવલ્લી કે જે આજ ફાયનાન્સ ઓફીસે નોકરી કરે છે તે બન્ને ત્યા હાજર મળી આવતાં સદરી બંન્ને ઇસમોને કોર્ડન કરી પકડી યુકતિ પ્રયુક્તિથી પુછપરછ કરતા તેઓ બન્ને એ ત્રિજા ઇસમ અને તે જ ફાયનાન્સ ઓફીસમાં એક વર્ષ અગાઉ નોકરી છોડી દિધેલ છે.તે લક્ષ્મણભાઈ રૂપાભાઈ ડામોર રહે.બાંઠીવાડા, હિરાટીંબા તા.મેઘરજ જી.અરવલ્લીનાઓએ ભેગા મળી લક્ષ્મણ ભાઈ રૂપાભાઈ ડામોરની સ્પ્લેન્ડર મોટર સાયકલ તથા રામચંદભાઈ ઉર્ફે ભાયાનુ મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલુ નં GJ17179755 નુ લઇને મેઘરજ ગયેલા અને મેઘરજ સત્યમ કોમ્પલેક્ષ મુકામે આવેલ માઇક્રો લાઈટ ફાયનાન્સની બ્રાંચનુ લોક તોડી અંદર પ્રવેશ
કરી અરજનભાઈ રાવળ (લાઈટ માઈક્રો ફાયનાન્સ) રહે. સુતારીયા તા.બાલાસી નોર જી.મહીસાગર નાઓને સ્થળ ઉપર ચાવી લઇને તેમની ઓફીસના સ્ટાફના માણસો સાથે બોલાવી તેમની પાસેની ચાવી વડે આ લોકર પંચો રૂબરૂ ખોલી જોતા તેની અંદરથી અલગ-અલગ દરની ચલણી નોટોના બંડલો તથા છુટી નોટો તથા ચલણી સિકકા મળી કુલ રોકડ રકમ રૂ.૯,૬૫,૦૫૨/-તથા ગુનામાં વપરાયેલ મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલુન GJ 17 TT 9755 ની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૧૪,૯૩,૦૫૨/-નો મુદામાલ બી.એન.એસ.એસ. એકટ કલમ. ૧૦૬ મુજબ તપાસ અર્થે કબ્જે લીધેલ તેમજ સદરી બન્ને ઇસૂમોને ઉપરોકત ગુન્હા કામે અટક કરવા સારૂ આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૪ ના રોજ B.N.S.S એકટ ક.૩૫(૧)(જે) ગુજબ અટક કરી મેઘરજ પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી અર્થે સોપવા તજવીજ કરેલ છે.
રીકવર કરેલ મુદ્દામાલ :
(૧) રોકડ રૂપીયા.૯,૬૫,૦૫૨/-
(૨) મોબાઈલ ફોન નંગ-૨ કિ.રૂ.૧૦,૦૦૦/-
(૩) લોકર (તીજોરી) કિ.રૂ.૧૮,૦૦૦/-
(૪) મહિન્દ્રા બોલેરો પીકઅપ ડાલાની કિ.રૂ.૫,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૧૪,૯૩,૦૫૨ /- નો મુદામાલ
પકડાયેલ આરોપીઓ:-
(૧) પ્રકાશકુમાર નટવરભાઈ ડામોર ઉ.વ.૨૮ રહે.બેલ્યો તા.મેઘરજ જી.અરવલ્લી (લાઈટ માઇક્રો ફાયનાન્સની બ્રાંચનો ચાલુ કર્મચારી)
(૨) રામચંદભાઈ ઉર્ફે ભાયો શનાભાઈ ડામોર ઉ.વ.૨૯ રહે.રાજપુર તા.મેઘરજ જી.અરવલ્લી (ગુનામાં વપરાયેલ પીકપ ડાલા માલીક)
વોન્ટેડ આરોપી:-
લક્ષ્મણભાઈ રૂપાભાઈ ડામોર રહે.બાંઠીવાડા, હિરાટીંબા તા.મેઘરજ જી.અરવલ્લી (લાઈટ માઇક્રો ફાયનાન્સની બ્રાંચનો માજી કર્મચારી)




