
વિજાપુર નગરજનો ને ચોખ્ખું પાણી પૂરું પાડવા ઓવર હેડ ટાંકી સંપ ની સફાઈ કરાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગરપાલિકા ઇન્ચાર્જ ચીફ ઓફિસર અલ્પેશ ભાઈ પટેલ ના માર્ગદર્શન અને પાણી પુરવઠા અધિકારી પાર્થ પટેલ નેતૃત્વમાં ટીમ વર્ક બનાવી નગરજનો ને ચોખ્ખું પાણી મળી રહે તેવા ઉદ્દેશ સાથે ઓવર હેડ ટાંકીઓ અને સંપ સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ કેટલાક વિસ્તારો મા બે દિવસ પાણી છોડવા મા આવ્યું નહોતું હાલમાં બગીચા,લાલદરવાજા, બુધ્ધિસાગર અને નર્મદા પમ્પીંગ ખાતે આવેલ વિજાપુર શહેરનું પાણી સપ્લાયર્સ કેન્દ્ર ખાતે ઓવર હેડ ટાંકીઓ તથા સંપ ની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરના નગરજનો ને પીવાનું પાણી પૂરતું અને ચોખ્ખું મળે તેના માટે તમામ પીવાના વપરાશના પાણીની ટાંકીઓ તથા સંપ ચોખ્ખા કરવામાં આવ્યા હતા.નગરપાલિકા પાણી પુરવઠા ના અધિકારી પાર્થ પટેલ અને તેમની ટીમ અર્થાત પ્રયત્નો થકી શહેરીજનોને ચોખ્ખું પાણી મળી તે માટે પાલીકા કર્મીઓ સખ્ત મેહનત સાથે રાત દિવસ સુધી પોતાની કામગીરી કરી હતી.




