
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
અટગામ આદિવાસી પ્રીમિયર લિગ–1નું સફળ આયોજન ગામમાં ભાઈચારો, એકતા અને મિત્રતાનો ભાવ જળવાઈ રહે તે હેતુસર અટગામ ખાતે અટગામ આદિવાસી પ્રીમિયર લિગ–1નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.તા. 11/01/2026ના રોજ યોજાયેલા આ આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રોમાંચક મેચો બાદ Yanvi XI ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે રુદ્ર XI ટીમ રનર્સઅપ રહી હતી.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ધરમપુર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી અરવિંદભાઈ, અટગામના સરપંચ પોગેશભાઈ (લાલાભાઈ), ડૉ. અવિનાશ, નેશનલ ઓટો કલવાડાના માલિક અસપાકભાઈ, તેમજ ગામના સજ્જનો અને અન્ય સમાજના લોકોએ અમૂલ્ય સહકાર આપ્યો હતો.ટુર્નામેન્ટના સફળ આયોજન બદલ આયોજકોએ તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રકારના કાર્યક્રમોથી યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ વધે છે તેમજ ગામમાં એકતા અને સદભાવના મજબૂત બને છે.


