NAVSARINAVSARI CITY / TALUKO

સરકાર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘરનું ઘર મળે તે માટે નવસારી જિલ્લાના ૩૫૬ ગામોમાં સર્વેક્ષણની કામગીરી પૂર્ણ

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

નવસારી  જિલ્લામાં પી.એમ.આવાસ યોજના અંતર્ગત ૧૫૯૬૬ નવા લાભાર્થીઓની અરજીઓ પ્રાપ્ત થઈ

પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે

ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જરૂરિયાતમંદ લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપવા નવસારી જિલ્લાના  ૩૫૬ ગામોમાં સર્વે કામગીરી પૂર્ણ થયેલ છે .જેમાં ૬ વર્ષ બાદ નવસારી જીલ્લામાં નવા ૧૫૯૬૬ લાભાર્થીઓની અરજીઓ સર્વેક્ષણ દ્વારા નોધાયેલ છે જે પૈકી સૌથી વધુ ૬૪૮૬ લાભાર્થીઓની અરજીઓ  વાંસદા તાલુકામાંથી મળેલ છે .

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ લોકો કે જેઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, કાચું મકાન હોય તેવા લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ૨.૦ હેઠળ પાકું મકાન બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, નવસારી જિલ્લામાં ૬ વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવા સર્વેની કામગીરી  પૂર્ણ થયેલ છે  જે અંતર્ગત  નવસારી જિલ્લાના વાંસદા તાલુકાની ૬૪૮૬ , ચીખલી તાલુકાની ૩૨૨૬ , નવસારી તાલુકાની ૧૯૧૧, ગણદેવી તાલુકાની  ૧૭૭૧, જલાલપોર તાલુકાની  ૧૨૬૫ અને ખેરગામ તાલુકાની  ૧૩૦૭ જેટલી અરજીઓ મળી કુલ ૧૫૯૬૬ લાભાર્થીઓની અરજી મળેલ છે .

ગામોમાં નવા પીએમ આવાસ બનાવવાની ખાસ ઝુંબેશ અને સર્વે અંતર્ગત તાલુકા દીઠ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરી  સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે . સર્વેયરો દ્વારા ગામના લાભાર્થીઓ આધાર કાર્ડ, બેંક પાસબુક વિગત, રાશનકાર્ડ અને જોબ કાર્ડ વગેરે વિગતોથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી ઘરવિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજી કરવામાં આવી છે.
આમ, સર્વેના દ્વારા પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે.

Back to top button
error: Content is protected !!