NAVSARINAVSARI CITY / TALUKO

આયુર્વેદિક દવાની આડમાં એલોપેથીક દવા ભેળવી જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં

નવસારીના કાંગવાઈ ગામે રહેતા વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારની કિંમતનો દવાનો જથ્થો જપ્ત કરાયો

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા ગેરકાયદેસર વગર પરવાને આયુર્વેદિક દવામાં એલોપેથીક દવાની ભેળસેળ કરી ઉત્પાદન અને વેચાણ કરતાં નવસારીના કાંગવાઈ ગામે રહેતા ઇમરાન સુલેમાન મોલધારીયા નામના વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પાસેથી આશરે રૂ. ૯૦ હજારનો એલોપેથીક દવાઓ તથા આયુર્વેદિક દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ડાયાબિટીસને લગતી આયુર્વેદિક દવાઓમાં એલોપેથીક દવા હોવાની શંકાને ધ્યાને રાખી આયુર્વેદિક દવાના ચકાસણી અર્થે અલગ અલગ કુલ ૧૦ દવાઓના નમુનાઓ લઈ પૃથક્કરણ કરવા માટે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા.

આ અંગે ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે ફ્લાઇંગ સ્કોડના વડા શ્રી એ.એ.રાદડિયા અને તેમની ટીમ, વડી કચેરીના અધિકારીશ્રી તથા નવસારી ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશ્નર શ્રી જે.પી.પટેલ અને અન્ય અધિકારીશ્રીઓને સાથે રાખીને આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!