BHUJGUJARATKUTCH

ભુજના સ્મૃતિવન પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવકનું કમકમાટી ભર્યું નીપજ્યું મોત

માધાપર પોલીસ સ્ટેશન નજીક યુવાતીના મૃત્યુની સ્યાહી સુકાઈ નથી ત્યાં ફરી યુવાને ગુમાવ્યો જીવ

અહેવાલ : બિમલ માંકડ, પ્રતિક જોશી

ગઈ કાલે સાંજના સમયે સ્મૃતિવાનની લાયબ્રેરીમાં નોકરી કરતો વૈભવ પરમાનો નામનો યુવક તેના મિત્ર સાથે બાઇક નં જી.જે.૧૨ ડી.બી ૫૯૦૫ પર ઘરે જવા નીકળ્યો હતો ત્યારે પાછળથી માધાપરથી ભુજ તરફ આવતી ટ્રક નં.જી.જે.૦૪ એક્સ ૫૪૬૯ ના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક હેત ગોસ્વામી ઉં.વર્ષ. ૨૦ રહે.લાભશુભ સોસાયટી ને પગ સહિત ગંભીર ઇજાઓ પહોંચતા તેને ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને બાઇક પાછળ સવાર મૃતક વૈભવ માનસિંગ પરમાર ઉં.વર્ષ.૩૫ રહે.ભચાઉ મૂળ રહે,બાટવા જી.જૂનાગઢ નું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

સ્મૃતિવાનમાં નોકરી કરતા તેમના મિત્રોમાં થતા ગણગણાટ અનુસાર ચાર થી પાંચ મહિના અગાઉ જ લગ્ન થયા હતા આ અકસ્માતને નજરે જોનારા નાગરિકોની કંપારી છૂટી ગઈ હતી તેવા દ્રષ્યો નજરે ચડ્યા હતા. ગઈ કાલે માધાપર ખાતે નંદની પિંડોરીયા ઉં.વર્ષ ૨૫ ભુજથી પરત ઘર તરફ જઈ રહી હતી અને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતની હજી સ્યાહી સુકાઈ નથી ત્યાં બીજા યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભુજ માધાપર હાઇવે સતત ધમધમતો માર્ગ છે અને છાશવારે નાનામોટા અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે મોટા-ભારે વાહનો માટે તંત્રએ ભુજ માધાપર બાયબાસ માર્ગ કાઢવો જોઈએ તેવા શૂર ઘટના સ્થળે ઉભેલા જાગૃત નાગરિકોમાં ઉઠવા પામ્યા હતા.

Back to top button
error: Content is protected !!