
તા.૧૪.૦૯.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dev. Bariya:દે.બારીયા આયુષ્માન આરોગ્ય મંદીર જૂના બારીયાની નૂતન શિવ શક્તિ હાઈસ્કુલ ખાતે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું
દેવગઢ બારીયા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર જુનાબારીયા ખાતે નૂતન શિવ શક્તિ હાઇસ્કૂલમાં માન.જીલ્લા રક્તપિત અઘિકારી અને તાલુકા હેલ્થ ઓફીસર ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિષયક પ્રોગ્રામનું આયોજન કરેલ જેમાં સ્કૂલનાં કિશોરકિશોરી તથા સ્ટાફ ઉપસ્થિત રહેલ.
HIV AIDS વિશે વિસ્તૃત માહિતી આપેલ તથા IEC કરી જન જાગૃત પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો , રક્તપિત વિશે પણ માહીતિ આપવામા આપી અને IEC કરેલ RKSK પ્રોગ્રામ દ્વારા કિશોરાવસ્થા દરમ્યાન ઉદભવતા પ્રશ્નો વિશે ચર્ચા કરી અને વિવિધ માહિતી આપી તથા MPHW જુનાબારીયા દ્વારા વાહક જન્ય રોગ, તથા સ્વચ્છતા વિશે ચર્ચા કરી અને આરોગ્ય વિષયક કંઈ પ્રશ્ન થાય તો તાત્કાલિક ધોરણે સંપર્ક કરવા જણાવેલ આ રીતે વિવિધ પ્રોગ્રામ વિશે સ્કૂલ માં જાગૃતિ લાવવા પ્રયાસ કરી તમામ વિદ્યાર્થીઓ દ્વારા પ્રોગ્રામ ને સફળ બનાવવા માં આવ્યો આ કાર્યક્રમમાં HIV કાઉન્સેલર ,RKSK કાઉન્સેલર, પેરા મેડિકલ વર્કર અને હેલ્થ વર્કર હાજર રહ્યા હતા




