વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વાટી-કાળાઆંબાની ગામના લોકોમાં ખુશીની લહર વ્યાપી સાંસદ ધવલભાઈ પટેલને ફટાકડા ફોડી વધાવી ભવ્ય સ્વાગત કર્યું*
*આ બ્રિજનુ નિર્માણ થાય તો 20 ગામોના હજારો લોકોને સીધો ફાયદો થશે અને વઘઇ થઈ નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં જતાં લોકોને ચકરાવો નહિ લેવો પડે*
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામા આવેલ વાટી-કાળાઆંબાને જોડતા પુલ બાંધકામની મંજુરી મળતા સ્થાનિકો સહીત રોજબરોજ આવાગમન કરતા બાજુબાજુ ના જિલ્લાઓમા રહેતા લોકો રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી છે જોકે વર્ષોથી આ પુલની માંગણી કરી રહેલી અહીંની પ્રજાને માત્ર આશ્વાસન મળી રહ્યું હતું પરંતુ હાલમાં વલસાડ-ડાંગના લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલે અહીંના રહીશો અને ત્રણ જિલ્લાના આવાગમન કરતા લોકોની વ્યથા અને આવાગમન માટે ખાસ કરી ચોમાસા દરમિયાન વિકટ પરિસ્થિતિનીને ધ્યાને રાખી અને પુલના નિર્માણને વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારનો ગંભીર મુદ્દોની હરોળમાં રાખી સાંસદ ધવલ પટેલ દ્વારા પુલ નિર્માણની ટેક લીધી હોય એમ આ મુદ્દો દિલ્લી સુધી અનેકવાર રજુ કર્યો અને વિકાસશીલ ભારતની વિકાસશીલ સરકાર દ્વારા પુલ નિર્માણની મંજૂરીની મહોર મારતા સાંસદ ધવલ પટેલ પ્રજાવત્સલ તરીકે ભરી એકવાર પ્રજાની સુખાકારી માત્ર અગ્રેસર અને કટિબદ્ધ સાબિત થયા જેને લઈ અહીંની પ્રજાએ સાંસદ ધવલ પટેલનો આભાર વ્યક્ત કર્યો તેમજ નવસારી,ડાંગ અને વાંસદા ભાજપની ટીમને ફટાકડા ફોડી નદી પર નારિયેળ વધેરી ભવ્ય સ્વાગત કર્યું હતું. વાંસદા તાલુકાનું અંતરિયાળ અને જિલ્લાનું છેવાડાનું ગામ વાટી અને કાળાઆંબા આ વિસ્તાર ત્રણ જિલ્લાઓને જોડે છે જેમાં
ડાંગ ,તાપી અને નવસારી જિલ્લાનો સમાવેશ થાય છે તેમજ આ ત્રણ જિલ્લાની મધ્યમાં અંબિકાનદી વહે છે આ ત્રણ જિલ્લાઓમાં જવા માટે રસ્તો ઉપલબ્ધ છે પરંતુ અહીંથી બારેમાસ વહેતી અંબિકા નદી પર પુલનો અભાવ છે જેમાં વાટી-કાળા આંબા આવાગમન માટે આંઠ મહિના અંબિકા નદીમાં પાણીનું જળસ્તર નીચું જતા બન્ને ગામોના લોકો નદીના બન્ને છેડે થી સ્વખર્ચે માટી પુરાણ કરી નદીમાંથી રસ્તો બનાવી આંઠ મહિના કાચા રસ્તા પરથી આવાગમન કરવા મજબુર બનતા હોય છે પરંતુ ચોમાસા દરમિયાન અંબિકા બન્ને કાંઠે વહેતી હોય છે જેથી વાટી અને કાળાઆંબા ગામ એકબીજાથી સંપર્ક વિહોણુ બની જતું હોય છે જેને લઈ વાટીની પ્રજાને સસ્તું અનાજ કે કોઈપણ પ્રકારનું સામાજિક કામ માટે વઘઇ થઈ મહુવાસ થીં કાળાઆંબા સુધી 40 થી 45 કિમીનું અંતર કાપવું પડતું હોય છે જોકે ઉનાળા દરમિયાન નદીમાંથી બનાવેલ રસ્તે થઈ વાટી થી કાળાઆંબા જવા માટે માત્ર પાંચ કિમીનું અંતર કાપવું પડતું હોય છેજેને લઈ અંબિકાનદી પર વર્ષોથી આવાગમન માટે હાજરો લોકો પુલ નિર્માણની આસ લગાવી બેઠા હતા અહીંના લોકોએ અનેક નેતાઓ અને અધિકારીઓને આ બાબતે રજુવાતો કરી તેમજ અનેક ચૂંટણીઓનો પણ બહિષ્કાર કર્યો પરંતુ પુલને લઈ કોઈ પણ પ્રકારની આશા ન દેખાઇ પરંતુ વલસાડ-ડાંગમાં પ્રજાવત્સલ અને વિકાસના કર્યો કરવા માટે આવેલા સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા આ બાબતને ગંભીરતા થી લઈ અથાગ પ્રયત્નો કરી વાટી અને કાળાઆંબાની પ્રજાને નિરાશા માંથી આશાની કિરણ તરફ દોરી ગયા હતા અને હાલમાં આ પુલની સરકાર માંથી મંજૂરી લઈ અહીંની પ્રજાને મોંઘેરી ભેટ આપી છે જેને લઈ અહીંની પ્રજામાં ચોમાસા ટાણે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.બોક્ષ:—- વાટી ગામના લોકોએ પુલના અભાવે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો સમજાવટ બાદ એમને મેં પુલના નિર્માણનો વાયદો કર્યો હતો અને એમણે મારા પર વિશ્વાસ મુક્યો હતો.અને લોકોએ મતદાન કર્યું હતું આજે એ વાયદો મેં પરિપૂર્ણ કર્યો છે લોકોના વિશ્વાસની આજે જીત થઈ છે અને આજે એમને મળી એમની ખુશીમાં અમે સહભાગી થયા -ધવલભાઈ પટેલ સાંસદ વલસાડ-ડાંગ
—————————
બોક્ષ:— વાંસદા ભાજપને આજે એક યુવા અને ઉત્સાહી ટિમ લીડર તરીકે ધવલભાઈ પટેલ મળ્યા છે જેને લઈ વાંસદાનો વિકાસ હરણફાળ ગતિએ છે અને એમના ઉત્સાહને લીધે કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે વાટીના બ્રિજને લઈ ઘણા સમયથી લોકોની માંગ હતી જેમાં આજે પુરી થઈ છે જેમાં વાંસદા ભાજપના સંગઠન અને સાંસદ ધવલ પટેલનું ખૂબ મોટું યોગદાન છે જેને વાટી-કાળાઆંબાની જનતાએ વધાવી લીધું છે- ભૂરાભાઈ શાહ પ્રમુખ નવસારી જિલ્લા ભાજપ



