વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ
ડાંગ જિલ્લાનાં નવાગામ (સાપુતારા) ખાતે ભાડેથી રહેતા એક વ્યક્તિના રૂમમાંથી અજાણ્યા ચોર ઈસમએ રૂમમાં પ્રવેશ કરી તિજોરીમાંથી રોકડ રૂપિયા સહિત સોનાના દાગીનાની ચોરી કરી લેતા ચકચાર મચી જવા પામેલ છે.તેમજ ૧.૪૭ લાખ રૂપિયા મત્તાની ચોરી થયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.ડાંગ જિલ્લાના નવાગામ (સાપુતારા) ખાતે રહેતા દિપકભાઈ નાનાજી શેવાળે (ઉ.વ.૪૨, રહે.નવાગામ ,સાપુતારા ( રમણભાઇ ઝોપળેના ભાડાના રૂમમાં) તા.આહવા જી.ડાંગ. મુળ કલવન ખુર્દ તા.કલવણ જી.નાશિક મહારાષ્ટ્ર) ના રૂમમાં કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દરવાજાનુ તાળું લોખંડની કડી કોઈ સાધન વડે કાપી ચોરી કરવાના ઇરાદે રૂમમાં પ્રવેશ કરી રૂમમાં રાખેલ બે પતરાનાં કબાટ ખોલી કબાટની તિજોરી કોઈ સાધન વડે તોડી નાખી તિજોરીમાંથી રોકડ રૂપિયા તથા સોનાના દાગીનાની ચોરી કરેલ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં તિજોરીમાંથી રોકડ રૂપિયા ૪૦ હજાર તથા સોનાના દાગીના જેની કિંમત રૂપિયા ૧,૦૭,૩૬૬/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૪૭,૩૬૬/- ની મત્તાની ચોરી કરી તસ્કરો ત્યાંથી નાસી છૂટ્યા હતા.આ બનાવને પગલે દિપકભાઈએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલે ચોરીનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..