
નવસારી પાણી પુરવઠા વિભાગના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. નવસારી તાલુકાના સિંગોદ ગામે નવનિર્મિત 50 હજાર લિટર પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવતી ટાંકીનું ઉદ્ઘાટન પહેલાં જ ગત રાત્રે જમીનદોસ્ત થઈ ગઈ છે. હલકી ગુણવત્તાવાળા માલસામાન અને બાંધકામને કારણે ટાંકી ધરાશાયી થઈ હતી. આ કામ આરબીપીએલ એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું, જેનો કુલ ખર્ચ 12 લાખ રૂપિયા હતો. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની અણઆવડત તેમજ ચકાસણીના અભાવે આ ઘટના બની છે. ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે અને તપાસની માંગ ઊઠી છે.




