NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મનપા દ્વારા સ્થાનિકોના સહયોગથી ગટર ઉપરના દબાણને દૂર કરાયા…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 13 ના દશેરા ટેકરી રામજી ખત્રી નાર ઘોડાના તબેલા પાસે વર્ષો જૂની ગટર ઉભરાઈ  જવાની સમસ્યા હતી જેના પગલે સ્થળપર ગંદગી જતા સ્થાનિકો અવારનવાર  નગરપાલિકામાં રજૂઆત કરતા હતા.પરંતુ આ ગટર ઉપર દબાણ હોવાને કારણે આ સમસ્યા યથાવત રહેતી હતી.જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આજે સ્થાનિકોની મંજૂરી અને ગટર પરના દબાણ કરનારાઓએ સ્વેચ્છિક મંજૂરી આપતા નગરપાલિકા જેસીબી દ્વારા ગટર ઉપરનું દબાણ દૂર કરવામાં આવતા વર્ષો જૂની ગટરના પાણી ઉભરાવાની સમસ્યાનું કાયમિક માટે નિરાકરણ થતાં સ્થાનિકો તેમજ રાહદારીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Back to top button
error: Content is protected !!