NAVSARIVANSADA

Vansda: મહુવાસ શાળામાં રોટરી ક્લબ ગણદેવીના સૌજન્યથી મેધા મિનરલ પ્લાન્ટની ભેટ મળતાં શાળા પરિવાર આભાર માન્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયમાં રોટરી કલબ ગણદેવી ના સૌજન્ય થી મેઘા મિનરલ RO પ્લાન્ટ આપવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન તરીકે વાંસદા તાલુકા બી.જે.પી ઉપાધ્યક્ષ રાકેશભાઈ શર્માના હસ્તે મેઘા મિનરલ RO પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગણદેવી રોટરી ક્લબના પ્રમુખ પરિમલભાઈ દેસાઈ ,મંત્રી પરિમલભાઈ નાયક તથા ટ્રસ્ટી સંદીપભાઈ નાયક ,અશોકભાઈ નાયક તથા શાળાના એડવાઈઝર કમિટીના ચેરમેન પ્રકાશભાઈ નાયક , મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.કમલેશભાઈ ઠાકોર , ડાયરેક્ટર દિશાંતભાઈ તથા નર્સિંગ કોલેજના એકેડેમિક ડાયરેક્ટર ટીમસી મેડમ , પ્રિન્સિપલ હર્ષાબેન ગર્ગે અને દામિનીબેન ભોયા સ્ટાફગણની ઉપસ્થિતમાં મિનરલ પ્લાન્ટ ઉદ્કાઘાટન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે રોટરી ક્લબ ના પ્રમુખ પરિમલભાઈ શાળાના ઉચ્ચ પરિણામ તથા શ્રેષ્ઠ કેળવણીની લઈ અભિનંદન આપી શાળાની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે  રોટરી ક્લબ ના અધિકારીઓ એ જરૂરિયત પડ્યે શાળાને મદદ કરવાની ખાતરી આપી હતી આ પ્લાન 5,00,000/રૂપિયાનો મળ્યો છે. જે બદલ આભાર પ્રકાશભાઈ નાયક તથા ચંદ્રકાંતભાઈ ગોવિંદજી જેઓ આફ્રિકાથી રૂપિયા 1,50,000/ મિનરલ પ્લાન્ટ  સેવા માટે મોકલાવ્યા છે. જ્યારે 3,50,000/રૂપિયા રોટરી ક્લબ ગણદેવી તરફથી મળી કળી પાંચ લાખ જેવી માતબર રકમ મેઘા મિનરલ RO પ્લાન શાળાને આપી “જળ સેવા એજ પ્રભુ સેવા”ની ઉક્તિ અહીં સિધ્ધ જોવા મળી છે. આ પ્રસંગે દાનવીર દાતાઓનું  ડૉ.કમલેશભાઈ ઠાકોર સહિત શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!