કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ચીખલી તાલુકાના દિનકર ભવન ખાતે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી
આદિમજૂથના પરિવારો સુધી સરકારની પ્રજાલક્ષી યોજનાઓ પહોંચાડવા પીએમ જન મન અભિયાન કટિબધ્ધ


આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ભારત સરકાર આદિમજૂથ પરિવારના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડીને લોકોના જીવનશૈલીમાં બદલાવ લાવવા માટે પીએમ જન મન અભિયાન અંતર્ગત ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કટિબદ્ધ છે. આજે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રજાને સરકારી યોજનાઓનાં લાભો અપાવવા માટે આદિજાતિ વિસ્તારના ગામે ગામ પીએમ-જનમન મહાઅભિયાન હેઠળ દરેક લાભાર્થીને યોજનાનો લાભ મળી જાય તે માટે વ્યવસ્થા ઉભી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષ ૨૦૪૭ સુધીમા વિકસિત ભારત સંકલ્પને હાંસલ કરવા માટે આદિમજૂથ સમુદાયના લોકોનો સર્વાંગી વિકાસ થાય તે પીએમ-જનમન અભિયાનનો મુખ્ય હેતુ છે. આદિવાસી સમાજ સશકત અને મજબૂત બને તે માટે અનેક યોજનાઓ શરૂ કરવાનું કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સરકારે કર્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રસ્તા, આરોગ્ય, સિંચાઈ જેવી સુવિધાઓ આદિવાસી પરિવારોને મળી રહે તે માટે સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. છેવાડે રહેતા આદિમજૂથના પરિવારોને સુવિધાઓ મળી રહે તે માટે વડાપ્રધાને જનમન યોજના અમલમાં મુકીને તમામ પરિવારોની ચિંતા કરી હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન અને ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો મુખ્ય સંકલ્પ આદિમજૂથના સમુદાયનો સર્વાંગી વિકાસનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના થકી આદિમજૂથના પરિવારના લોકો પોતાના હકની જાણકારી પ્રાપ્ત કરી લાભન્વિત બને અને વિકાસની મુખ્યધારામાં યોગદાન આપે.
બિહાર રાજ્યના જમુઈ ખાતેથી આયોજિત પ્રધાનમંત્રીશ્રીનો આદિમજૂથના લાભાર્થીઓ સાથેનો સંવાદ કાર્યક્રમ તથા ગુજરાતના ડાંગ જિલ્લામાં આયોજિત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમનું લાઈવ પ્રસારણ મહાનુભવો સહિત ઉપસ્થિત સૌ લોકોએ નિહાળ્યું હતું. ત્યારબાદ વાંસદા તાલુકાના સુખાબરી ગામના લાભાર્થી હિનાબેન ભોયાએ એ પોતાને મળેલ આવાસનું વર્ણન કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો .
આ પ્રસંગે જિ.પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ , ઇ.જિલ્લા કલેકટર વ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા , જિલ્લા પોલોસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ , નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક વી.ડી.ઝાલા , ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલ , જિલ્લા સંગઠન પ્રમુખ ભૂરાભાઈ શાહ , તા.પંચાયતના પ્રમુખો, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રીઓ તથા જુદા જુદા તાલુકાઓમાંથી આદિમજૂથના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં આદિમજૂથ સમુદાયના ૧૧૩ ગામોમા કુલ ૨૩૫ વસાહતોમા વસતા આદિમજુથ સમુદાયના સર્વાંગી વિકાસ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે . પીએમ-જનમન અભિયાનના લોકજાગૃતિ ફેલાવવા તથા આદિમજુથના લોકોને લાભ આપવા માટે તા.૨૫મી ડિસેમ્બર, ૨૦૨૩થી આઇ.ઇ.સી. સેચ્યુરેશન કેમ્પેઇન શરૂ કરવામાં આવેલ હતા . જે અંતર્ગત આદિમજુથ સમુદાયોને સરકારશ્રીના જુદા-જુદા વિભાગો દ્વારા ચાલતી વિવિઘ યોજનાઓ હેઠળ અત્યાર સુધીમાં કુલ- ૩૩૧ આવાસો, ૬૦૦ વીજ કનેકશન, ૬૮૯ નલ સે જલ હેઠળ જોડાણ, ૨૬૧ પીએમ કીસાન યોજનાનો લાભ, પી.એમ.વિશ્વ કર્મા યોજના હેઠળ ૨૦૩ પીએમ વિશ્વકર્મા કાર્ડ વિગેરે યોજનાઓનો ઘરથી ઘર લાભાર્થીઓને લાભ આપવામાં આવેલ છે, પી.એમ.જનમન અંતર્ગત સામુદાયિક કામોમાં નવસારી જિલ્લાની કુલ-૧ મલ્ટી પરપઝ સેન્ટર વાંસદા તાલુકાના ગંગપુર ખાતે બનાવવા માટે રૂા. ૬૦ લાખ મંજુર કરવામાં આવેલ. જેમાં આંગણવાડી, કલાસ રૂમ, એ.એન.એમ. સેન્ટર તેમજ ૧૦૦ લોકોનો સમાવેશ થાય તેટલી કેપેસીટીનો હોલ સાથે તૈયાર કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે .




