નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ ૨૮ મેજર બ્રિજ અને ૪૨ માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૧૨: નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ સહિત સંલગ્ન વિભાગો દ્વારા કચેરી હસ્તક વિસ્તારમાં આવતા પુલો અને રસ્તાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ,નવસારીના કાર્યપાલક ઇજનેરશ્રી એમ.એસ.પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હેઠળ ૨૮ મેજર બ્રિજ અને ૪૨ માઇનોર બ્રિજની સર્વેની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. જેનો રીપોર્ટ તૈયાર કરી સરકારશ્રીને સુપ્રત કરવામાં આવશે. આ સર્વે માટે વિવિધ ઇજનેરોની ટીમ બનાવી બ્રિજોનું નીરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમો દ્વારા વિશેષ ટેકનિકલ ઓડિટ કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ સાથે રસ્તાઓની ચકારણી સંદર્ભે જ્યાં જ્યા નાના મોટા ખાડાઓ છે ત્યા પેચવર્કની ગુણવત્તાયુક કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત પેચવર્કની કામગીરી ૨૪ કલાકમાં જ પુર્ણ કરી દેવામાં આવે છે. આખા જિલ્લામાં રોડની લંબાઇ ૬૮૦ કી.મી છે.જેમાં ૩૫ જેટલા રસ્તાઓ ડીએલપી (Defects Liability Period) હેઠળ છે જે ખુબ જ સારી પરીસ્થિતીમાં છે તથા અન્ય રસ્તાઓ પણ રાહદારીઓ માટે સારી પરિસ્થિતીમાં છે.





