સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં નવનિયુક્ત આચાર્યશ્રીનો શુભેચ્છા પ્રસંગ ઉજવાયો

19 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર માધ્યમિક શાળા પાલનપુરમાં નવનિયુક્ત થયેલ આચાર્ય શ્રી ધીરજકુમાર ડાહ્યાલાલ પરમારે આચાર્ય પદે હાજર થવા પ્રસંગ પૂર્વે ડૉ.બાબાસાહેબની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.કેળવણી મંડળના પ્રમુખશ્રી બાબુભાઈ પી સોલંકી,મહામંત્રીશ્રી હરિભાઈ એન સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જે સી ઈલાસરીયા, ઉપપ્રમુખશ્રીઓશ્રી, કારોબારી સદસ્યશ્રીઓ તથા સમતા વિદ્યાવિહાર પરિવારે નવનિયુક્ત આચાર્યશ્રી ધીરજકુમાર ડી પરમારને આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી. શાળાની બાળાઓએ આચાર્યશ્રી ધીરજ કુમાર પરમારને કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું.કેળવણી મંડળના પ્રમુખશ્રી,હોદ્દેદારશ્રીઓ અને કારોબારી સભ્યશ્રીઓએ પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું. ત્યારબાદ ઇન્ચાર્જ આચાર્ય શ્રી જગદીશભાઈ પરમાર,પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન મકવાણાએ પણ આચાર્યશ્રી ધીરજભાઈ પરમારનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્યશ્રી ધીરજકુમાર ડી પરમારે આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમતા વિદ્યાવિહાર સંકુલની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને મારા જ્ઞાનનો ઉપયોગ કરીને શિક્ષણ ક્ષેત્રે વિકાસ થાય તેવા પ્રયત્નો કરીશ એવી ખાત્રી આપી હતી.



