KHERGAMNAVSARI

વલસાડઃ રુક્ષમની વિવાહ જીવ અને ઈશ્વર નું મિલન છે # પ્રફુલભાઇ શુક્લ 

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ

પારડી તાલુકા ના દશવાડા ગામે જલારામ મઁદિરે ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની 879 મી ભાગવત કથા મા આજે રુક્ષમની વિવાહ ઉત્સવ ભારે ધામ ધૂમ થી ઉજવાયો હતો,કૈલાસબેન ભરતભાઈ કૃષ્ણ ની જાન લઇ ને આવ્યા હતા મનીષાબેન શૈલેષભાઇ એ રુક્ષમની પક્ષે કન્યાદાન કર્યું હતું, હિતેષભાઇ અને મનીષાબેન રૂક્ષમની ના રૂપમાં બિરાજ્યા હતા, જય જલારામ યુવક મન્ડલ, તળાવ ફળીયા, અતુલ ફળીયા, અને વાડી ફળીયા યુવકમન્ડળ યુવાનો દ્વારા મઁગલ ઉત્સવ ઉજવાયો હતો દશમહા વિદ્યા પૂજા ડો, ફાલ્ગુની બેન દેસાઈ, ના મુખ્ય યજમાન પદે થઇ રહી છે જેમાં લીલાબેન નટુભાઈ અટગામ, અમે ભાવેશ ભાઈ ઉત્તમભાઈ આમરી ના દેનિક મનોરથી પદે આજનો યજ્ઞ સંપન્ન થયો હતો ગુજરાત સરકાર ના નાણાં મઁત્રી કનુભાઈ દેસાઈ ના ધર્મ પત્ની ભારતીબેન કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ને પોથી પૂજન કર્યું હતું દર રોજ મહાપ્રસાદ અપાઈ રહ્યો છે કથામાં ખૂટેજ, રોહિણા, આમરી, પરીયા, બરવાડી, ડુંગરી, ખડકી દસવાડા સહીત ગામો ના લોકો કથા શ્રવણ નો અને ભોજન પ્રસાદ નો લાભ લઇ રહ્યા છે કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે પારડી તાલુકામાં સનાતન ધર્મ ની જય જયકાર થઇ રહ્યો છે યુવાન ભાઈ બેહનો મોટી સઁખ્યામાં કથા સાંભળી રહ્યાં છે એ આ કથા ની વિશેષતા છેબુધવારે કથા ને વિરામ અપાશે અને ગુરુવારે માતાજી ની મૂર્તિ અને જવારા નું સરોવર મા વિસર્જન કરવામાં આવશે અને દશમહા વિદ્યા પૂજા મહા નવરાત્રી અનુસ્થાન ને વિરામ આપવામાં આવશે દસવાડા ભાગવત કથા થી સમગ્ર વિસ્તારમાં ધર્મ મય વાતાવરણ સર્જાયું છે જય શ્રીકૃષ્ણ નો નાદ થઇ રહ્યો છે રાજેશભાઈ પટેલ અને જય જલારામ યુવક મન્ડળ ની પ્રશંશા થઇ રહી છે પ્રફુલભાઇ શુક્લ ની ઓજસ્વી વાણી થી ભાગવત કથા રંગ જમાવી રહી છે

 

Back to top button
error: Content is protected !!