NAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં વંદે ભારત એક્સપ્રેસના સ્ટોપેજથી હીરા–રિયલ એસ્ટેટ વેપારીઓમાં આનંદ

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

હવે સીધા નવસારીથી મુંબઈ પ્રવાસ શક્ય, સમય અને મહેનત બંનેમાં બચત.- વંદે ભારત ટ્રેનના નવસારીના પેસેન્જર સાગર દેસાઈ

 

નવસારી, તા.૨૩: નવસારી જિલ્લાના દુધિયા તળાવ વિસ્તારમાં રહેતા સાગરભાઈ દેસાઈ તથા તેમના મિત્રો વર્ષોથી ડાયમંડ અને રિયલ એસ્ટેટના વેપાર સાથે જોડાયેલા છે. વ્યવસાય હેતુએ દર અઠવાડિયે તેમને મુંબઈ જવું પડે છે. અગાઉ તેમને સુરત અથવા વલસાડ પહોંચીને ત્યાંથી ટ્રેન દ્વારા મુસાફરી કરવી પડતી હતી. હવે નવસારીમાં સીધું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ મળતા વેપારી વર્ગને મોટી રાહત મલી છે. સાગરભાઈએ આ બાબતે ખુશીવ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સુવિધાથી મુંબઈ આવજાવ વધુ ઝડપી, આરામદાયક તથા સમયની બચતવાળી બની રહેશે, જેના કારણે તેમના વેપાર કાર્યોમાં સુલભતા આવશે. પેહલા સુરત કે વલસાડ થઇને આ ટ્રેનમાં મુસાફરી કરતા હતા નવસારી માં સ્ટોપજ મળતા સમય બચશે. જેના માટે સૌ વેપારી વર્ગ તરફથી સરકારશ્રીનો ખુબ ખુબ આભાર.

Back to top button
error: Content is protected !!