NAVSARIVANSADA

વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની ટીમે રાણીફળિયા ગામે દીપડાના ચામડા સાથે 5 ઇસમો ઝડપી પાડયા

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ રાણીફળિયા ગામથી પૂર્વ બાતમીના આધારે વાંસદા વન વિભાગ અને GSPCA વડોદરાની ટીમે રાણીફળિયા ગામે રહેતા એક ઇસમ પાસેથી દીપડાના ચામડા સાથે સંડોવાયેલા 5 ઇસમોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. નામદાર કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂર્ણ થતા પાંચેય આરોપીઓને કસ્ટડીમાં ધકેલી દીધા.

વલસાડ ઉતર વન વિભાગ સમાવિષ્ટ વાંસદા વન વિભાગના કર્મચારી અને GSPCS વડોદરાને બાતમી મળતા તા.૧૩/૧૧/૨૦૨૫ નાં રોજ રાણીફળિયા તા.વાંસદા જી.નવસારી ખાતે નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાં માર્ગદર્શન હેઠળ રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પશ્વિમ તથા સ્ટાફ તથા રેંજ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પૂર્વ તથા સ્ટાફ સાથે GSPCA વડોદરા સાથે રહી મળેલ બાતમીનાં આધારે રાણીફળીયા ખાતે ભાડેના મકાનમાં રહેતા રાજેશભાઇ પણીકરનાં ઘરે રેડ કરતા એમનાં ઘરમાંથી મૃત દિપડાનું ચામડું શિડ્યુલ-૧ મળી આવત ભાડાના ઘરમાં રહેતા રાજેશભાઇ પણીકર તથા તથા વન્યપ્રાણી દિપડાનું ચામડું લાવનાર જયેશભાઇ ગાંવિત રહે. શીવારીમાળ જી.ડાંગ તથા વેચાણ અર્થે લેવા આવનાર કિરીટભાઇ ચૌહાણ રહે.વડોદરા તથા ગિરીશભાઈ પરમાર રહે.વડોદરા સોમાભાઈ વજીર રહે.શિવારીમાળ તા. વઘઈ ડાંગ જેમને વન્યપ્રાણી દિપડાનું ચામડું જે શિડ્યુલ-૧ માં આવે છે જેને સાથે મળી એક બીજા રંગેહાથ પકડવામાં આવ્યા હતા જેને વાંસદા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા રિમાન્ડ પૂરા થતા વન વિભાગે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પાંચ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જેની આગળની તપાસ વલસાડ ઉત્તરનાં નાયબ વન સંરક્ષક વલસાડ ઉત્તરનાં ડો.બી.સુચિન્દ્ર અને ડી.સી.એફ.લોકેશ ભારદ્વાજ એ.સી.એફ. જ્યોતિ જોશી ના માર્ગદર્શન હેઠળ વાંસદા પૂર્વ અને પશ્ચિમ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વધુની તપાસ હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!