વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે જિલ્લા પંચાયત દ્વારા દીપાવલી અને નૂતન વર્ષ નિમિતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આદિજાતિ મોરચા પ્રદેશ મહામંત્રી પિયુષભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા પિયુષભાઈ પટેલનું પુષ્પહારથી સ્વાગત કરી નવા વર્ષની શુભેક્ષાઓ પાઠવી હતી. આ સ્નેહમિલન કાર્યક્રમમાં પિયુષભાઈ પટેલે પ્રસંગ અનુરૂપ ઉદબોદન કરી ઉપસ્થિત તમામ કાર્યકતાઓને નૂતન વર્ષની સ્નેહપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જીલ્લા ઉપપ્રમુખ વિરલભાઈ વ્યાસ, તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ પટેલ, ઉપપ્રમુખ રાકેશભાઈ શર્મા, જીલ્લા પંચાયત સીટ ઇન્ચાર્જ કૌશિકભાઈ, કિરણભાઈ, રાજુભાઈ, જીલ્લા પંચાયત સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકી તથા તમામ સરપંચઓ, ઉપ સરપંચઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી<span;> એક બીજા ને દીપાવલી અને નવા વર્ષની સ્નેહપૂર્વક શુભકામનાઓ પાઠવી સ્નેહમિલન કાર્યક્રમ પૂર્ણ થયો હતો.




