ચીખલી કન્યાશાળામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકાની દા.એ.ઇટાલિયા ચીખલી કન્યા શાળામાં ગૌરીવ્રત અને જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ક્રિએટિવ ફેન્સી ડ્રેસ સ્પર્ધા, મહેંદી સ્પર્ધા અને કેશ ગુંફન સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ૬૦ જેટલા વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો. ક્રિએટિવ ફેન્સી ડ્રેસ સ્પર્ધામાં બાળકો દ્વારા ડ્રેસ બનાવ્યા હતા, જેમાં મેઘધનુષ્ય, સૂર્ય, ચાંદ, રાષ્ટ્રીય પ્રતીકો, ન્યુઝ પેપર, પૃથ્વી, મોબાઈલ આકર્ષણ જમાવ્યું હતું. બાળકોમાં રહેલી વિશિષ્ટ શક્તિઓને બહાર કાઢવા માટે સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. કન્યા શાળા હોવાથી મહેંદી સ્પર્ધા અને કેશ ગુંફન સ્પર્ધામાં સૌથી વધુ વિધાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોફેશનલ કલાકારોને પણ ટકકર આપે એવી હેર સ્ટાઇલ અને હાથમાં મહેંદી મૂકવામાં આવી હતી. સમગ્ર આયોજન શાળાના તમામ શિક્ષકમિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું.