હાલોલમાં ભાગવત સપ્તાહ દરમિયાન કથા મંડપ વ્રજધામમાં ફેરવાયુ,કથામા દ્રિતીય અને તૃતીય સ્કધ પુરાણનું મહાત્મ્ય સમજાવ્યું
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૮.૧૦.૨૦૨૪
હાલોલ અયોધ્યા પુરી ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહ માં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટી પડી ભાગવત કથાનું રસપાન કરી ધન્ય બન્યા, કથા મંડપ વ્રજધામ માં ફેરવાયું હતુ.હાલોલ નગરના બસ સ્ટેન્ડ સામે આવેલ અયોધ્યા પુરી ગ્રાઉંડ ખાતે શ્રી હાલોલ સ્ત્રી સમાજ,શ્રી વલ્લભ મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સત્સંગ મહોત્સવ માં વૈષ્ણવ સમાજ ના યુવા પ્રણેતામૂર્તિ આચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ( કડી,અમદાવાદ ) માં સ્વમૂખે અલૌકિક મહોત્સવ સપ્તાહના બીજા દિવસે શ્રીમદ્દ ભાગવતજી નો દ્રિતીય અને તૃતીય સ્કંધ જીણવટ પૂર્વક ઉપસ્થિત વૈષ્વઓને સરળતાથી સમજાય તેવી શૈલીમાં જુદા જુદા દ્રષ્ટાંતો આપી માહત્મ્ય સમજાવતા કથાનું રસપાન કરાવતા કથા મંડપ વ્રજમય બની ગયું હતું. અને જાણે વ્રજ પરિક્રમા કરતા હોય તેવો ભાવ વૈષણવો માં જોવા મળ્યો હતો. હાલમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહ માં પુષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવો હાલોલ નગર સહીત પંથકમાંથી બહાર ગામ થી પણ મોટી સંખ્યામાં વૈષણવો કથાનું રસપાન કરવા ઉમટી પડ્યા હતા.સપ્તાહના બીજા દિવસે કથા વિરામ બાદ રાત્રે પુષ્ટિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઇન્દોર થી ખાસ પધારે ટીમે રાધાજી અને કૃષ્ણનું સ્વરૂપ ધારણ કરી ભક્તિમય સંગીત થી નૃત્ય કરતા ઉપસ્થિત સૌ વૈષણવો પણ જુમી ઉઠ્યા હતા, ત્યારબાદ પુષ્ટિ ગરબા થતા શ્રી હાલોલ સ્ત્રી સમાજ,શ્રી વલ્લભ મંડળ ની મહિલાઓ સહીત વૈષણવો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈષણવો એ પુષ્ટિ ગરબાની સાથે સાથે અને હાલ માં ચાલી રહેલી નવરાત્રી નો પણ લાભ મળતા તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.