NANDODNARMADA

નર્મદા જિલ્લામાંથી મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝડપાયો

નર્મદા જિલ્લામાંથી મોટરસાયકલ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી એલસીબીના હાથે ઝડપાયો

ચિત્રવાડી ગામેથી ચોરેલ મોટરસાયકલ અવારું જગ્યામાં સંતાડેલ મોટરસાયકલ દોરીને લઈ જતા પોલીસના હાથે આરોપી ઝડપાઇ ગયો

રાજપીપળા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાંથી બાઈક ચોરી કરતો વોન્ટેડ આરોપી એલસીબી નર્મદા ના હાથે ઝડપાઇ ગયો છે જે.બી.ખાંભલા, પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. નર્મદાનાઓએ જીલ્લાની અનડીટેક્ટ મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવા એલ.સી.બી. સ્ટાફને સુચન કરતાં એલ.સી.બી. સ્ટાફ રાજપીપલા જીતનગર ખાતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એક ઇસમ નંબર વગરની મોટર સાયકલ દોરીને લઇ જતો હતો તેની શંકાસ્પદ હીલચાલ લાગતા આ ઇસમને જોતા આ ઈસમ અગાઉ મોટર સાયકલ ચોરીના ગુનાના કામે વોન્ટેડ હોય જેને ઓળખી લીધેલ, અને તેને રોકી તેનુ નામઠામ પુછતાં તેણે પોતાનું નામ વિક્રમભાઇ ઉર્ફે પિન્ટયા કિરસીંગ ઉર્ફે કેલીયા વસાવા રહે. સાકી ઉમર તા.અલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર) નાનો હોવાનુ જાણવા મળ્યું તેની પાસેની નંબર વગરની હીરો એફએફ ડીલક્ષ મોટર સાયકલ અંગે પુછપરછ કરતાં મોટર સાયકલ ચોરી કરેલ હોવાનું જણાઇ આવતા વિશેષ પુછપરછ કરતા આ મોટર સાયકલ તેણે આજથી ચાર દિવસ પહેલા રંગવધુત થી આગળ આવેલ ચિત્રાવાડી ગામ પાસેની એક સોસાયટીમાંથી રાત્રી દરમ્યાન ચોરી કરેલ હોવાની કબૂલાત કરતા એલ.સી.બી. સ્ટાફ દ્વારા ઝડપી પાડેલ આરોપીને અટક કરી મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ અર્થે રાજપીપલા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો

બોક્ષ

આરોપી વિરૂદ્ધ સાગબારા , સુરત, ડેડીયાપાડા, અંકલેશ્વર, રાજપીપળા મળી કુલ અન્ય ૦૮ ગુના દાખલ છે જે એલસીબી દ્વારા ડીતેક્ત કરાયા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!