નવસારી કૃષિ યુનીવર્સીટીના અસ્પી બાગાયત મહાવિધાલય ખાતે આંબા પાક પરિસંવાદ, કેરી પ્રદર્શન તેમજ હરિફાઈ યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી


આ પ્રસંગે નવસારીના જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતાએ જણાવ્યું હતું કે, નવસારી કૃષિ યુનીવર્સીટી નવસારીના આંગણે હોય જેનો સીધો લાભ નવસારીના ખેડૂતોને સતત મળતો આવ્યો છે. ચીકુની સાથે કેરીનું ઉત્પાદન કરવામાં નવસારીના ઉદ્યમી ખેડૂતો અગ્રેસર છે. આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહીને યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે. પ્રાકૃતિક ખેતી પધ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે સંશોધન નિયામકશ્રી ડૉ. ટી.આર.અહલાવતના જણાવ્યું કે, ખેડુતોએ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવા જણાવ્યું હતું. આ અવસરે સંયુકત બાગાયત નિયામકશ્રી એચ.એમ.ચાવડાએ રાજય સરકારની બાગાયતની સહાયકારી યોજનાઓ વિશે ખેડુતોને માહિતગાર કર્યા હતા.
કૃષિ યુનિ.ના સંશોધન વૈજ્ઞાનિક ડો.બી.એમ.ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવતા કહ્યું કે, જે વિસ્તારમાં જાતોની ડિમાન્ડ હોય તેનું વાવેતર કરવું. જો કેસરનું વાવેતર કરવામાં આવે તો ક્રોસ પોલીનેશન થાય તે માટે થોડા અંતરે સોનપરી, તોતાપુરી જેવી જાતોનું વાવેતર કરવું, સોનપરીની જાતમાં વાતાવરણની અસર ઓછી થતી હોવાથી ઉત્પાદન સારૂ મળે છે. જેની કલમ માટે નવસારી કૃષિ. ખાતે અગાઉથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાય છે. આંબાના થડથી પાંચ ફુટ બાદ ખાતર આપવા તેમજ અન્ય પાકમાં થતા રોગોની સામે રક્ષણ મેળવવા અંગેની જાણકારી પણ આપી હતી.
આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડૉ. કિંજલ શાહ, અસ્પી બાગાયત મહા વિધાલયના આચાર્યશ્રી ડૉ.અલકા સીંઘ ,ડૉ વી.આર.નાયક તેમજ તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા. આંબા પાકની પ્રાકૃતિક ખેતીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સન્માનિત ખેડૂતો.
૧)વિપિનભાઈ ખડુંભાઈ નાયક, તાલુકો : ગણદેવી ગામ :ખખવાડા
૨) બીપીનભાઈ ઉકાભાઈ પટેલ, તાલુકો : ચીખલી ગામ :રૂમલા
૩) પરિમલભાઈ ગિરીશભાઇ દેસાઈ, તાલુકો : જલાલપોર ગામ :હાંસાપોર
૪) રેખાબેન રાજેન્દ્રભાઈ પટેલ, તાલુકો : ખેરગામ, ગામ :વાવ
૫) અરિવંદભાઈ ભાનુભાઈ ચોધરી, તાલુકો : વાંસદા, ગામ :વાસકુઈ




