ભાજપ મહિલા મોર્ચા અધ્યક્ષનાં પુત્રના 130 પોર્ન વીડિયો વાયરલ

વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા ગુરૂવારે એસપી કાર્યાલય પહોંચી અને શિવમ ગુપ્તા પર ગંભીર આક્ષેપ કર્યા. તેનું કહેવું હતું કે, તેને નશીલો પદાર્થ પિવડાવીને વીડિયો બનાવવામાં આવ્યો. તેણે શિવમની પત્ની પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે જ વીડિયો વાયરલ કર્યા હોવાનો દાવો કર્યો હતો. એસપીનાં નિર્દેશ બાદ સાયબર સેલ દ્વારા શુક્રવારે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. બીજી તરફ આરોપી શિવમની પત્નીએ પણ મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સસરા પક્ષનાં લોકો પર ઘરેલુ હિંસા અને દહેજનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કરી છે.
ભાજપ નેતાના પુત્ર શિવમ ગુપ્તાના લગ્ન કરહલની એક યુવતી સાથે થયા હતા. પત્નીનો આરોપ છે કે, આશરે ચાર વર્ષ પહેલા તેની હરકના કારણે પતિ સાથે વિવાદ ચાલી રહ્યો છે. ગત્ત દિવસોમાં પતિએ સિગરેટના ડામ આપ્યા હતા ત્યાર બાદ પોલીસ બોલાવવી પડી હતી. જો કે રાજનીતિક પરિવાર હોવાનાં કારણે પોલીસે સમગ્ર મામલો રફાદફા કરી દીધો હતો. યુવક પ્રેમિકા સાથે વીડિયો બનાવીને પોતાની જ પત્નીને દેખાડતો અને તેને માનસિક રીતે પરેશાન કરતો હતો. મહિલા પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટર હેમલતાસિંહે જણાવ્યું કે, વહુની ફરિયાદ પર તપાસ ચાલી રહી છે.
આ મામલે પોલીસ માટે તપાસનો વિષય બની ચુક્યો છે. આખરે આટલા વીડિયો એકાએક કઇ રીતે વાયરલ થઇ ગયા. તેને પોતે યુવક અથવા તેની પત્નીએ વાયરલ કર્યો છે કે પછી કોઇ અન્ય પ્રકારથી વાયરલ થયા છે. પોલીસ તેની તપાસમાં જોડાઇ છે.
આ મામલે ભાજપે ચુપ્પી સાધેલી છે. મહિલા મોર્ચાથી માંડીને જિલ્લા સંગઠન સુધીનો કોઇ પણ પદાધિકારી કંઇ પણ બોલવાનો ઇન્કાર કરી રહ્યા છે. બીજી તરફ સપા, બસપા, કોંગ્રેસે ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે.




