BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર દ્વારા શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

31 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર દ્વારા તારીખ 22 થી 25 ડિસેમ્બર સુધી એમ ચાર દિવસનો રાજસ્થાન શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ભારતના ઐતિહાસિક, સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક વારસાને તેમજ ભૌગોલિક વિવિધતા વિશે વિદ્યાર્થીઓ માહિતગાર થાય. આ શૈક્ષણિક પ્રવાસમાં 104 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તથા પ્રવાસ સમિતિના કન્વીનરશ્રી ભગુભાઈ ચૌધરી, પ્રવાસ સમિતિના સભ્યો અને સ્ટાફ મિત્રોના સહયોગથી સુંદર થયું હતુ આ શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓએ પણ આનંદ માણી ઐતિહાસિક વિરાસત, ભાતીગળ સંસ્કૃતિ, સામાજિક અને ધાર્મિક મૂલ્યો વગેરે વિશે અવગત થયા હતા.



