JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જામનગરમાં દિવ્યાગોને સાધન સહાય અપાશે

 

*જામનગર જિલ્લા અને તાલુકા કક્ષાએ દિવ્યાંગ સાધન સહાય કેમ્પનું આયોજન કરાશે*

*જામનગર (નયના દવે)

જામનગર જિલ્લામાં S.R.TRUST (M.P.) દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ આગામી તારીખ 29/07/2024 થી તારીખ 03/08/2024 સુધી 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અસ્થિવિષયક (લોકોમોટર) દિવ્યાંગજનોને સાધન વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ દિવ્યાંગજનોને એસેસમેન્ટ કરી કૃત્રિમ અવયવ અને કેલીપર્સ સાધન વિતરણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં માત્ર કૃત્રિમ અવયવ અને કેલીપર્સ જ મળવાપાત્ર થશે. જે લોકોને ખોટા હાથ, પગ, કેલીપર્સની જરૂર હોય તેવા દિવ્યાંગજનોએ જ આ કેમ્પમાં હાજર રહેવું. આ સાથે UDID કાર્ડ, આવકનું પ્રમાણપત્ર જેમાં રૂ. 1.50 લાખથી ઓછી આવક ધરાવતા હોય અથવા બી.પી.એલ. કાર્ડ, 2 ફોટોગ્રાફ, રેશન કાર્ડ, આધાર કાર્ડ સાથે અત્રે જણાવ્યા અનુસાર સ્થળ અને સમય પર સ્વખર્ચે હાજર રહેવું.

આગામી તારીખ 29/07/2024 થી તારીખ 30/07/2024 સુધી જામનગર શહેરમાં સરકારી ચિલ્ડ્રન હોમ, સાધના કોલોની, રણજિત સાગર રોડ, જામનગર ખાતે સવારના 09:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી, તારીખ 31/07/2024 થી તારીખ 01/08/2024 સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ધ્રોલ ખાતે સવારના 09:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધી, તારીખ 02/08/2024 થી તારીખ 03/08/2024 સુધી સામુહિક આરોગ્ય કેન્દ્ર, લાલપુર ખાતે સવારના 09:00 કલાકથી સાંજના 05:00 કલાક સુધીમાં હાજર થવાનું રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, જામનગરના ફોન નંબર 0288- 2570306 પર સંપર્ક સાધી શકાશે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

*000000*

Back to top button
error: Content is protected !!