કાંકરેજ તાલુકાના થરા થી પાવાગઢ પગપાળા નીકળેલ સંઘે માતાજીના દર્શન કર્યા….
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા થી છેલ્લા ૨૫ વર્ષથી શ્રી મહાકાળી યુવક મંડળ થરા દ્વારા પાવાગઢ પગપાળા સંઘ નીકળે છે.
કાંકરેજ તાલુકાના થરા થી પાવાગઢ પગપાળા નીકળેલ સંઘે માતાજીના દર્શન કર્યા….
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા થી છેલ્લા ૨૫ વર્ષથી શ્રી મહાકાળી યુવક મંડળ થરા દ્વારા પાવાગઢ પગપાળા સંઘ નીકળે છે.દર વર્ષની જેમ ચાલુ વર્ષે સંવત ૨૦૮૦ ના આસોવદ -૧૦ ને રવિવાર તા ૧૩/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ઘાંઘોસ વાસ મા બિરાજમાન શ્રી મહાકાળી માતાજીના મંદિર થી પૂજારી વજેરામભાઈ મગનીરામભાઈ જોષી ના વરદ હસ્તે કંકુ તિલક કરી મંત્રોચ્ચાર સાથે ઢબુકતા ઢોલે શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા નીકળતા સંઘને પ્રસ્થાન કરાવેલ જે સંઘ મહેસાણા જિલ્લાના પાંચોટ પહોંચતા પાંચોટ થી એક કૂતરો સંઘમા જોડાયેલ.થરા થી પગપાળા નીકળેલ સંઘમાં થરા અને કાકર ના લગભગ ૪૦ ભક્તોએ તથા કુતરાએ પાવાગઢ ખાતે ૭ દિવસે એટલે કે તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ રાત્રે પહોંચી રાત્રી આરામ કરી સવારે શ્રી મહાકાળી માતાજી અને શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન કરેલ ત્યારે સંઘ સાથે પગપાળા આવેલ કુતરાને જોઈને લોકો અચરજ પામ્યા હતા. પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શન કરી માઁચી થી બસની મુસાફરી કરી પરત ચાપાંનેર આવતા બસમાં કુતરાએ પણ મુસાફરી કરી હતી. જે કૂતરો સંઘ સાથે આઈસર ગાડીમાં કાકર ખાતે લઈ જવામાં આવ્યો છે એમ ગોપાલ ઠાકોરે (ઘાઘોસ) જણાવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫૨૧૫૩૦