
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા: લીંભોઇ ગામ નજીક કિંમત રૂપીયા 4,15,120 નો વિદેશી દારૂ/બીયર ભરેલ બલેનો ગાડી પકડી પાડી કુલ કિંમત રૂપીયા-8,20,120 નો મુદ્દામાલ જપ્ત કર્યો
દીવાળી તહેવાર અન્વયે રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે લીંભોઇ ગામ નજીક રોડ બ્લોક કરાવતા વિદેશી દારૂ ભરેલ બલેનો ગાડી ચાલકે ગાડી વાળી ભાગવાનો પ્રયત્ન કરતા રોડની બાજુમા ઉતારી ચાલક તથા તેની બાજુમાં બેસેલ ઇસમ ભાગવા જતા પીછો કરી બલેનો ગાડીમાં બાજુમાં બેસેલ ઇસમને પકડી પાડી સફેદ કલરની મારૂતી સુઝુકી કંપનીની બલેનો ગાડી રજી નંબર- GJ-01-RY-6952 જેની કિંમત રૂપીયા 4,00,000/- નાનીમાં ભારતીય બનાવટના ઇગ્લીંશ દારૂ/બીયરની બોટલ/ટીન ની આખી પેટી નંગ-૨૪ જેમાં બોટલ/ટીન નંગ-816 તથા છુટા બોટલ/ટીન નંગ 431 મળી કુલ બોટલ/ટીન નંગ-1247/-જેની કિં.રૂ.4,15,120/- તથા મોબાઇલ નંગ -1 કિ.રૂ.5000/- ની મળી કુલ કિ.રૂ.8,20,120/- નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે લઇ આરોપીઓ વિરુધ્ધ ધી ગુજરાત પ્રોહી. એકટ કલમ 65(એ)(ઇ), 81 મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
પકડાયેલ આરોપી
(૧) યોગેશભાઇ સ/ઓ બાબુભાઇ નાનજીભાઇ સોલંકી હાલ રહે-નરોડા રેલવે સ્ટેશન સામે ખોડીયાર નગર વિભાગ-૧ હનુમાનજી મંદીરની બાજુમાં સરદારનગર અમદાવાદ અમદાવાદ શહેર મુળ રહે-દેવળીયા તા-ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર
પકડવાના બાકી આરોપી
(1) કૈલાશભાઇ કાનજીભાઇ ઉર્ફે ખીમજીભાઇ માળી રહે-અમદાવાદ (2) પ્રકાશ મારવાડી





