ચેક રીટર્નના કેસમાં ક્લાયન્ટને નિર્દોષ છોડાવતા નીતલ ધ્રુવ અને સાથી બાર

ખ્યાતનામ ફાઈનાન્સર પેઢી પાસેથી લીધેલી લોન ના ચેક રીર્ટન ના કેસમાં આરોપીને નિર્દોષ છુટકારો ફરમાવતી “અદાલત”
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરમાં ખ્યાતનામ ફાઈનાન્સર પેઢી પાસેથી લીધેલી લોન ના ચેક રીર્ટન ના કેસમાં આરોપીને કેસમાંથી અદાલતે નિર્દોષ છુટકારો ફરમાવ્યો છે જે માટે એડવોકેટ નિતલ ધ્રુવ અને સાથી બારની જહેમત રંગ લાવી છે
આ કેસની ટુંકી હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી શ્રી ક્રિષ્ના ફાઈનાન્સ ના જવાબદાર વ્યકિત અલ્પેશભાઈ જશુભાઈ રાઠોડ ધિરધારનો વ્યવસાય કરે છે અને આ કામના આરોપી લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયા એ ફરીયાદી પાસેથી તા.૧૩/૦૫/૨૦૦૮ ના રોજ રૂપીયા ૩,૫૦,૦૦૦/- ની લોન લીધેલ જે ૧૮% ના વ્યાજ દરે આપેલ હતા, આમ, આરોપીએ ફરીયાદીને વ્યાજની રકમ રૂપીયા ૨,૮૧,૫૧૪/- ચુકવવાના બાકી નીકળે છે
જે રકમ પૈકી આરોપીએ રૂપીયા ૩,૫૦,૦૦૦/- નો તા.૧૪/૦૯/૨૦૨૦ ના રોજનો ૦૦૦૦૩ર આપેલ હતો, સદરહુ ચેક ફરીયાદીએ બેંકમાં વટાવવા માટે નાખતા ચેક તા.૧૫/૦૯/૨૦૨૦ ના રોજ “ફંડ ઈનસફીશીયન્ટ” ના શેરા સાથે પરત ફરેલ, જે જેથી ફરીયાદીએ એડવોકેટ મારફત તા.૦૩/૧૦/૨૦૨૦ ના રોજ રજી.એ.ડી. થી લીગલ નોટીસ મોકલેલ જે નોટીસ સ્વીકારેલ તેમ છતાં આરોપીએ ફરીયાદીને લેંણી રકમ ચુકવેલ ન હોય અને ઓળવી જવાનો પ્રયત્ન કરેલ જેથી આ કામના ફરીયાદી રૂપીયા ૩,૫૦,૦૦૦/- અંકે રૂપીયા ત્રણ લાખ, પચાસ હજાર પુરા/- ના ચેક રીર્ટન થયા અંગેની ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલ, જેમાં ચેકની ડબલ રકમ ચુકવવા સહિત અને સજા કરવા અરજ કરેલ કરેલ હતી, જે કેસ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ (મ્યુનિસીપાલ) સાહેબશ્રી ની કોર્ટમાં ચાલી જતા, આરોપીના ખ્યાતનામ વકિલ નીતલ એમ. ધ્રુવ ની તમામ દલીલો તેમજ હાલનો કેસ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ ના પરવ્યુમાં આવતો ન હોય, તેમજ ફરીયાદી કાયદેસરનું લેણુ સાબીત કરી શકતા ન હોય ત્યારે આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરેલ છે, તથા અલગ-અલગ હાઈકોર્ટના તથા સુપ્રિમકોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈ આરોપી લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયા ને ફિમીનલ પ્રોસીજર કોર્ડની કલમ ર૫૫(૧) હેઠળ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ મુજબનાં શિક્ષાપાત્ર ગુનામાથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ છે.
આરોપી લક્ષ્મણભાઈ ઘુસાભાઈ સાકરીયા તરફે સીનીયર ધારાશાસ્ત્રી શ્રી નીતલ એમ. ધ્રુવ (એડવોકેટ), ડેનીશા એન. ધ્રુવ (એડવોકેટ), પુજા એમ. ધ્રુવ (એડવોકેટ), આશિષ પી. ફટાણીયા (એડવોકેટ), ધ્વનિશ એમ. જોશી (એડવોકેટ), અલ્ફાઝ એ. મુન્દ્રા (એડવોકટ), અશ્વિન એ. સોનગરા (એડવોકેટ), પ્રિતેશ કે. ભટ્ટ (એડવોકેટ) રોકાયેલ હતા.
_________________
રીગાર્ડઝ
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
b.sc.,ll.b.,dny(GAU),journalism (hindi)
જામનગર-અમદાવાદ
8758659878
bhogayatabharat@gmail.com







