GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધાનું સમાપન
તા.૨૯/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકાર દ્વારા આયોજીત ખેલ મહાકુંભ અંતર્ગત રાજકોટના બાલભવન ખાતે જિલ્લા કક્ષાની ઓપન એજ કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં શહેરના શ્રેષ્ઠ કબડ્ડી ખેલાડીઓએ ઉત્સાહભર્યા પ્રદર્શન દ્વારા પોતાનું કૌશલ્ય દાખવ્યું અને ખેલ મહાકુંભના મિશન “સૌની ભાગીદારી”ને સાકાર કર્યું હતું.
સ્પર્ધામાં રાજકોટ કબડ્ડી એકેડેમીની ટીમ પ્રથમ સ્થાને, આર.આર. સ્પોર્ટ્સ ટીમ બીજા સ્થાને અને રાજકોટ સ્પોર્ટ્સ ક્લબની ટીમે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાત સરકારના ખેલ મહાકુંભ ૩.૦નો હેતુ રાજ્યમાં રમતગમતના પ્રોત્સાહન સાથે નવોદિત ટેલેન્ટને આંતરરાષ્ટ્રીય માળખામાં પ્રગટ કરવાનો છે. આ સ્પર્ધા થકી જિલ્લા કક્ષાના ખેલાડીઓને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટે તૈયાર કરવાનું પ્લેટફોર્મ પુરુ પાડવામાં આવે છે.