ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના નેસડા ગામે ૩૨ વર્ષીય શખ્સનુ અપહરણ કરાયુ : પોલીસે સમય સુચકતા વાપરી શખ્સને છોડાવી લીધો ૨ મહિલા સહીત ૧૨ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના નેસડા ગામે ૩૨ વર્ષીય શખ્સનુ અપહરણ કરાયુ : પોલીસે સમય સુચકતા વાપરી શખ્સને છોડાવી લીધો ૨ મહિલા સહીત ૧૨ શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાઇ

મેઘરજ તાલુકાના નેસડા ગામનો ૩૨ વર્ષીય એક શખ્સે પોતાના ગામની એક મહિલા સાથે પ્રેમ સબંધ રાખી મહિલાને લઇ ભાગી ગયો હતો જેની અદાવત રાખી મહિલાના પતિએ આ શખ્સનુ રસ્તામાંથી અપહરણ કરી સબંધીને ત્યાં લઇ જઇ જાનથી મારી નાખવાની કોશીશ કરી હતી પરંતુ મેઘરજ પોલીસે સમય સુચકતા વાપરી આશખ્સને અપહરણ કર્તાઓના ચુંગલમાંથી છોડાવી લઇ સારવાર અર્થે ખસેડ્યો હતો જે ઘટનામાં ભોગબનનારે બે મહિલા સહીત બાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવિ છે

નેસડા ગામનો રણછોડ કાળુ ખરાડી ગામનીજ એક મહિલા સાથે પ્રેમ સબંધ હોવાથી રણછોડ આ મહિલાને એક વર્ષ પહેલાં લઇને ભાગી ગયો હતો અને બે માસ જેટલો સમય બહાર રહી પરત આવી ગયો હતો મહિલાને પોલીસ સ્ટેશને હાજર કરતાં મહિલા નારીગ્રુહમાં મોકલાઇ હતી થોડા દિવસ બાદ મહિલા તેના પતિના ઘરે ગઇ હતી પરંતુ મહિલા

ને તેના પતિના ઘરે રહેવુ ન હોય તે મહિલા ફરીથી રણછોડ પાસે આવી જતાં રણછોડ આ મહિલાને અમદાવાદ બાજુ મુકીઆવ્યો હતો અને રણછોડ આ મહિલા પાસે અવાર નવાર જતો હતો જેની અદાવતમાં તા.૧૮/૪/૨૦૨૪ ના રોજ રણછોડ બાઇક લઇ મેઘરજ થી ઘરે આવતો હતો તે દરમિયાન મુડશી નજીક સામેથી એક ઇકો ગાડી આવી રણછોડની બાઇકને ટક્કર મારતાં રણછોડ રોડ પરથી નીચે પટકાયો હતો ઇકો ગાડીમાં થી શખ્સો નીચે ઉતરી કીરકારીયો કરી આજે તને છોડવાનો નથી જાનથી મારી નાખવાનોછે તેમ કહેતાં રંછોડ ભાગવા લાગ્યો હતો પરંતુ ટોળાએ પથ્થર મારો કરી રંછોડને જડપી પાડી ઉચોરી ઇકો ગાડીમાં નાખીને અપહરણ કરી ભાગ્યા હતા બે શખ્સો રણછોડ ની બાઇક આગળ અવાવરૂ જગ્યાએ છોડી દીધી હતી ઇકો ગાડીમાં મારતા મારતા રછોડને ભેમાપુર ગામે લવાયો હતો જ્યાં આરોપીયોએ તેમના સબંધીને ત્યાં ઘરમાં રણછોડને રસ્સીથી ખાટલા પર બાંધી લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો તેમજ જાનથી મારી નાખવાની કોશીશ કરાઇ હતી રંછોડ લોહી લુહાણ હાલતમાં હતો ત્યારે તેનો મોબાઇલ તેમજ રોકડ રકમ પણ આરોપીઓએ લઇલીધી હતી તેવામાં મેઘરજ પોલીસને જાણ થતાં પોલીસે સમય સુચકતા વાપરી ટેક્નોલોજી ના માધ્યમથી પોલીસ ભેમાપુર ગામે પહોચી રણછોડને અપહરણ કર્તાઓના ચુગલમાથી છોડાવ્યો હતો રંછોડ ને ઢોર માર મરાતાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી હિંમતનગર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતો જે ઘટનામાં ભોગ બનનાર રણછોડ કાળુ ખરાડીએ મેઘરજ પોલીસમાં આરોપી.ભરત રૂપા ખરાડી.બાબુ રૂપા ખરાડી.ભલા ચેહરા ખરાડી.મંગ ચેહરા ખરાડી.ચંદુ નાથા ખાંટ.અરજન પ્રતાપ ખરાડી.લાડુ કનકા ખરાડી.રૂપા કનકા ખરાડી.કનુ અરજન ખરાડી.કાળી અરજન ખરાડી.ભાવના કનુ ખરાડી.તમામ રહે.નેસડા તા.મેઘરજ .જયંતી ભલા ડામોર રહે.ભેમાપુર તા.મેઘરજ વિરૂધ્ધ ફરીયાદ નોધાવીછે. પોલીસે ગણત્રીના કલ્લાકોમાં ચાર આરોપી સહીત મુદ્દામાલ જડપી પાડ્યો

:- મેઘરજ પોલીસે અપહરણ કર્તાઓની ચુગલમાંથી શખ્સને ગણત્રીના સમયમાં છોડાવી લઇ સારવાર અર્થે ખસેડી દેવાયો હતો ત્યારબાદ પીએસ આઇ આર બી રાજપુતે અલગ અલગ ટીમો બનાવી ચાર આરોપીયોને જડપી પાડ્યા હતા તેમજ ઇકો ગાડી.મોટરસાયકલ.મોબાઇલ.રોકડ રકમ અને રસ્સી કબ્બે લીધી હતી

:- જડપાયેલ આરોપ

ભરત રૂપા ખરાડી.કનુ અર્જન ખરાડી.ભાવના કનુ ખરાડી તમામ રહે.નેસડા તા.મેઘરજ જયંતી ભલા ડામોર રહે.ભેમાપુર તા.મેઘરજ

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!