BHARUCHGUJARATNETRANG

નેત્રંગ મામલતદારે રોયલ્ટી વગર રેતીનું વહન કરતી ત્રણ ટ્રકો ઝડપી…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૩/૧૨/૨૦૨૪

 

નેત્રંગ તાલુકામા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ થકી રોયલ્ટી ચોરી કરી રેતી,માટી,કપચી વિગેરે ખનીજ નુ બેફામ વહન થઇ રહ્યા નુ ધ્યાન પર આવતા નેત્રંગ મામલતદાર રીતેશ કોંકણી તેમજ સ્ટાફ થકી તા.૧૩/૧૨/૨૦૨૪ને શુક્રવારના રોજ ઓચિંતા જ વાહન ચેકિંગ ની કામગીરી હાથ ઘરાવમા આવતા ત્રણ જેટલી ટ્રકો રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતી ઝડપી પાડી હતી.

 

જેમા (૧) જીજે – ૨૨ – યુ – ૨૯૨૮ રેતી, (૨) જીજે – ૦૫ – એ યુ – ૯૪૯૪ રેતી, (૩) જીજે- ૦૬ – એ ઝેડ – ૦૧૦૮ રેતી ઉપરોક્ત વાહનો રોયલ્ટી ચોરીમાં ઝડપી પાડી દંડની કાર્યવાહી કરવા બાબતે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી ભરૂચ ને લેખિતમાં જાણ કરવામાં આવતા રોયલ્ટી ચોરી કરતા રેત માફિયા તેમજ ભુમાફિયાઓ ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

Back to top button
error: Content is protected !!