HALVAD- MALIYA હળવદ તથા માળીયા ગામમાં ગાયને ચરાવવા માટે રખેવાળી તરીકે રાખી ગાયો પરત ન આપી વિશ્વાસધાત કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર.

HALVAD- MALIYA હળવદ તથા માળીયા ગામમાં ગાયને ચરાવવા માટે રખેવાળી તરીકે રાખી ગાયો પરત ન આપી વિશ્વાસધાત કરવાના ગુન્હાના આરોપીના શરતી જામીન મંજુર.
હળવદ અને માળીયા (મી) પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદી અને સાહેદ પાસેથી એક ગાય જીવ નં.૧ ની કિંમત રૂ. ૫,૦૦૦/- લેખે કુલ ગાય જીવ નં. ૫૦ ની કુલ કિંમત રૂ. ૨,૫૦,000/-ની ચરાવવાનુ કહી રખેવાળ તરીકે રાખી ફરીયાદી તથા સાહેદને વિશ્વાસમાં લઈ છેલ્લા દોઢ માસ પહેલાથી ફરીયાદી અને. સાહેદને ગાયો બાબતે સરખો જવાબ નહી આપી ગાયો જંગલમાં જતી રહેલ છે તેમ જણાવી ફરીયાદી અને સાહેદ પોતાની ગાયો લેવા સારૂ તુજતા પરત નહી આપી વિશ્વાસધાત કરી આરોપીઓએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ તે મતલબની કાયદેસર તપાસ થવા અંગેની ફરીયાદ આપેલ.આ કામના ફરીયાદના આધારે હળવદ અને માળીયા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ– ૩૧૬(૨),૫૪,૩૨૫, તથા પશુ સંરક્ષણ અધી. ની કલમ ૫(૧) (એ) (બી), ૬ (બી) (૧) (૨), ૮ (૨) (૪), ૧૦ તથા ઘી પ્રાણી ક્રુરતા નિવારણ અધી. ની કલમ–૧૧(૧) (એલ) તથા જી.પી. એકટ ની કલમ–૧૧૯ મુજબનો ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરેલ હતી.
જેમાં આ કામના આરોપી રમજાનભાઈ હારૂનભાઈ જામએ જામીન મેળવવા માટે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા મારફત નામ. કોર્ટ માં જામીન અરજી કરેલ હતી..આ કામેના અરજદાર/આરોપીએ કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી કે કહેવાતા ગુન્હા અંગે કશુ જાણતાા નથી તેમ છતાં અમોને ખોટી રીતે ગુન્હામાં સંડોવી દીધેલ છે અને આ કામના અરજદારનુ ફરીયાદમાં પણ નામ નથી અને વધુમાં નામ. સુપ્રીમ કોર્ટે અને ગુજરાત હાઈકોર્ટ આપેલ જે ચુકાદા પર પણ આધાર રાખી આરોપીને જામીન ઉપર છોડી મુકવા જોઈએ તેવી ધારદાર દલીલ કરેલી. ઉપરોકત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયાની તમામ દલીલો માની નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી મંજુર કરેલ. આરોપી તરફે મોરબી જીલ્લાના સીનીયર એડવોકેટ શ્રી દીલીપ આર. અગેચાણીયા, યુવાન એડવોકેટ શ્રી જીતેન ડી.અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા રોકાયેલ હતા.







