થરાના રામવાડી નર્સરી નજીકના કચરાના ઢગલામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવતા અરેરાટી…
થરા રેફરલ હોસ્પિટલનાઅધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે

થરાના રામવાડી નર્સરી નજીકના કચરાના ઢગલામાંથી તાજુ જન્મેલું બાળક મળી આવતા અરેરાટી…
————————————————————————————————
જન્મ આપનાર જનેતાની પોલીસે શોધ માટે તપાસ હાથ ધરી..
————————————————————————————————
બનાસકાંઠા જિલ્લાના નવરચિત ઓગડ તાલુકાના મુખ્ય મથક થરાના રાષ્ટ્રીય ધોરી માર્ગ નજીક આવેલા રામવાડી નર્સરી નજીક પડેલા કચરાના ઢગલામાંથી ત્યજી દીધેલું તાજુ જન્મેલું બાળક ગુરૂવારે એક મહિલાને મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર તા. ૦૮/૦૧/૨૦૨૬ ને ગુરૂવારની વહેલી સવારે થરામાં રહી વાસ ની ટોપલી બનાવતા સોનલબેન વાંસવાળા સવારે રામવાડી નર્સરી નજીક કુદરતી હાજતે જવા જતા હતા ત્યારે કોઈ બાળકનો રડવાનો અવાજ આવતા તે દિશામાં તપાસ કરતા કચરાના ઢગલામાં તાજુ જન્મેલું બાળક પડ્યું હતું.બાળકના મળ્યા બાદ ૧૧૨ પોલીસ હેલ્પ લાઈન માં ફોન કરતા ૧૧૨ ના ઈન્ચાર્જ અશોકદાન ગઢવી અને પાયલોટ હજરૂદ્દીન સુમરાએ સ્થળ ઉપર આવી બાળકને થરા પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા.ત્યારબાદ પ્રાથમિક સારવાર માટે જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ, થરામાં બાળકની સારવાર કરવામાં આવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે બાળરોગ વિભાગ ધારપુર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યું હતું તેમ પોલીસે જણાવ્યું હતું.આ અંગે થરા રેફરલ હોસ્પિટલનાઅધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારી હોસ્પિટલમાં સવારે પોલીસના માણસો એક તાજા જન્મેલા નવજાત શિશુ ને લઈને આવ્યા હતા ત્યારે બાળકની તપાસ કરતા બાળક જીવિત હતું અને સામાન્ય દાઝેલું હતું થોડું ઠંડુ હતું ત્યારે તેની અમે પ્રાથમિક સારવાર કરી હતી અને વધુ સારવારની જરૂર જણાતા તેને પોલીસ મારફતે ધારપુર ખાતે મોકલ્યું હતું.આ અંગે વધુ વિગત માટે થરા પી.આઈ.કે.બી.દેસાઈ ને પૂછતા તેમણે જણાવ્યું હતું વહેલી સવારે હાઈવે નજીક આવેલા રામવાડી નર્સરી નજીક ના કચરાના ઢગલામાં સોનલબેન વાંસવાળા નામના મહિલાને સૌ પ્રથ આ નવજાત શિશુ મળ્યું હતું અને તેમણે ૧૧૨ ની મદદથી બાળકને પોલીસને સોંપ્યું હતું નવજાત શિશુને કોણ મૂકીને ગયું છે અને તેને જન્મ આપનાર કોણ છે તેની પોલીસ તપાસ કરી રહી છે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99785 21530




