આરોગ્ય દિન ઉજવણી ના ભાગ રૂપે વિજાપુર હેલ્થ કચેરી લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આશાસ્પદ ભવિષ્ય ની થીમ અંગે ભીલ વાસ ખાતે માર્ગદર્શન શિબિર યોજાઇ
આરોગ્ય દિન ઉજવણી ના ભાગ રૂપે
વિજાપુર હેલ્થ કચેરી લાડોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આશાસ્પદ ભવિષ્ય ની થીમ અંગે ભીલ વાસ ખાતે માર્ગદર્શન શિબિર યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર હેલ્થ કચેરી ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાડોલ અને અર્બન હેલ્થ કચેરી ના ભીલવાસ વિસ્તાર માં વિશ્વ આરોગ્ય દિન ઉજવણી ના ભાગરૂપે શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું ‘સ્વસ્થ શરૂઆત ,આશાસ્પદ ભવિષ્ય ‘ ની થીમ થી જીવન શૈલી થી શરીર ને સ્વસ્થ રાખવા માટે વિવિધ માર્ગદર્શન આપવા મા આવ્યું હતુ. જેમાં ભોજન આહાર રાત્રિની કેટલી ઊંઘ જોઈએ કસરત કરવાના ફાયદા પાણી પીવાની ટેવ ઉઘતા પહેલા મોબાઈલ ટીવી જેવા યંત્રો ને ઊંઘવા ના 30 મિનીટ પહેલા બંધ કરી પરીવાર સાથે સમય વ્યતીત કરવો વગેરેનું માર્ગદર્શન હેલ્થ કચેરીના અધિકારી ડો ચેતન ભાઈ પ્રજાપતિ દ્વારા આપવા મા આવ્યું હતુ. આ શિબીર મા તાલુકા હેલ્થ સુપરવાઈઝર મુકેશ ચૌહાણ અને આરોગ્ય કેન્દ્ર લાડોલ મુકામે મેડિકલ ઓફિસર ડૉ મોનિકા પટેલ.આયુષ જયશ્રી પટેલ હાજર રહ્યા હતા.