BANASKANTHAGUJARAT

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામની મિટિંગમા નવીન કારોબારી ની રચના કરાઈ…

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામની મિટિંગમા નવીન કારોબારી ની રચના કરાઈ...

શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમાજ ગાંધીધામની મિટિંગમા નવીન કારોબારી ની રચના કરાઈ…

કચ્છની ધન્ય ધરા ગાંધીધામમાં ઉત્તર ગુજરાતમાંથી વ્યવસાયે સ્થિત થયેલ પ્રજાપતિ સમાજ દ્વારા સમાજ સુસંગઠિત બની દૂધ માં સાકર ભળે તેમ ભળી એક બીજામાં ભાઈચારો કેળવાય સમાજ એક તાંતણે બંધાય તેવા સુવિચારથી શ્રી આઠ પરગણા વઢિયાર પ્રજાપતિ સમજની રચના કરવામાં આવેલ.મંડળના પ્રમુખ નટુભાઈ બી.પ્રજાપતિ,ઉપ -પ્રમુખ પ્રહલાદભાઈ બી. પ્રજાપતિ,મંત્રી દશરથભાઈ એસ. પ્રજાપતિ,ખજાનચી રમેશભાઈ એચ.પ્રજાપતિ,વાડી કન્વીનર પરષોત્તમભાઈ ડી.પ્રજાપતિ,સહ મંત્રી જલાભાઈ આર.પ્રજાપતિ તેમજ કારોબારી સભ્યોના અથાગ મહેનતથી અનેક કાર્યો થતા રહ્યા છે.તેઓની સેવાને સમાજે બિરદાવેલ.સમાજની જનરલ મિટિંગ તા.૧૩/૦૭/૨૦૨૫ ને રવિવાર ના રોજ સાંજે પ્રમુખ પ્રજાપતિ નટુભાઈ ભરમલભાઈ ના અધ્યક્ષ સ્થાને શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,મંત્રી નથુભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ મંજીભાઈ પ્રજાપતિ,ડી.ડી. પ્રજાપતિ બંધવડ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ, ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારપુરા સોમાભાઈ પ્રજાપતિ રોઈટા,લાલાભાઈ પ્રજાપતિ સિસોદરા સહીત સમાજ વડીલોની ઉપસ્થિતિમા યોજાઈ હતી.અનેક ચર્ચા વિચારણાઓને અંતે નવીન કારોબારી વરણી કરાઈ હતી. જેમાં ખજાનચી તરીકે સેવા આપતાં પ્રજાપતિ રમેશભાઈ હરગોવનભાઈ ને પ્રમુખ,ઉપ- પ્રમુખ પ્રજાપતિ પરસોતમભાઈ ડાહ્યાભાઈ- ઝંડાલા,મહામંત્રી પ્રજાપતિ જલાભાઈ રત્નાભાઈ -ભામાથર, ખજાનચી પ્રજાપતિ નરોત્તમભાઈ ભારમલભાઈ સરવાલ,વાડી કન્વીનર પ્રજાપતિ નરેશભાઈ ગાંડાભાઈ-ભામાથર, સહમંત્રી પ્રજાપતિ દિનેશભાઈ ગાંડાભાઈ-થરા( પેઈન્ટર),સહ -વાડી કન્વીનર પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ-માનપુરા, સલાહકારોમા પ્રજાપતિ નટુભાઈ ભારમલભાઈ પ્રજાપતિ સરવાલ, પ્રજાપતિ દશરથભાઈ શિવાભાઈ કુંવારદ,કા.સભ્યોમા પ્રજાપતિ વિષ્ણુભાઈ પ્રભુભાઈ-વારાહી, પ્રજાપતિ બબાભાઈ હરિભાઈ- રૂવેલ,પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ-માનપુરા,પ્રજાપતિ જયંતીભાઈ રતિલાલભાઈ-સમી, પ્રજાપતિ વિનોદભાઈ પ્રભુભાઈ પ્રજાપતિ-ભાડીયાની વરણી કરવામાં આવી હતી.નવનિયુક્ત કારોબારીને સમાજ દ્વારા ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.નવનિયુક્ત કારોબારીએ તન-મન-ધન થી સમાજ સેવા કરવાની ખાત્રી આપી હતી.નવીન પ્રમુખ તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પાડ્યા હતા.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!