GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જિ.પં. કર્મયોગીઓના નવા સુકાનીઓ

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘની કારોબારી બેઠકમાં હોદ્દેદારોની વરણી થઇ

જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘની કારોબારી બેઠક, તા.૨૦/૦૭/૨૦૨૫ના રોજ BAPS સ્વામિનારાયણ મંદિર મુકામે મળી હતી.

આ બેઠકમાં સને ૨૦૨૫/૨૬થી આગામી ૦૨ વર્ષ માટે કારોબારી સભ્યો અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી, જેમાં;

 

પ્રમુખ – દિગ્વિજયસિંહ જાડેજા (શિક્ષક સંઘ)
સચિવ – સેજપાલ શ્રીરામ (વહીવટી કર્મચારી મંડળ)
ઉપપ્રમુખ – વી. પી. જાડેજા (આરોગ્ય મંડળ)
ઉપપ્રમુખ – એન. એમ. ઓઝા (તલાટી મંત્રી સંગઠન) ને નિયુક્ત કરવામાં આવ્યા..

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ મુખ્ય હોદેદારોની સતત ત્રીજી ટર્મ માટે સર્વાનુમતે બિનહરીફ પુનઃ વરણી કરવામાં આવી છે, આ ઉપરાંત;

ખજાનચી – વિજય બથવાર (હિસાબી મંડળ)
સહ મંત્રી – તૃપ્તિબેન સાગઠિયા (નર્સિંગ મંડળ)
નવા કારોબારી સભ્યો તરીકે રાજભા જાડેજા, પંકજ વીરડીયા
તેમજ દરેક કેડરના કર્મચારી મંડળોમાંથી પ્રતિનિધિઓ લઈને જામનગર જિલ્લા પંચાયત કર્મચારી સંઘના કારોબારી સભ્યો તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

_________________

regards

bharat g.bhogayata

Journalist (gov.accredate)

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Back to top button
error: Content is protected !!