BANASKANTHAGUJARATKANKREJ

થરા નગર પાલિકામાં નવીન કારોબારી ચેરમેન,શાશક પક્ષના નેતા અને દંડકની વરણી કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ

થરા નગર પાલિકામાં નવીન કારોબારી ચેરમેન,શાશક પક્ષના નેતા અને દંડકની વરણી કરાઈ..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે થરા નગર પાલિકા માટે ભારતીય જનતા પક્ષના કારોબારી ચેરમેન,પક્ષનાં નેતા અને દંડકની ચૂંટણી માટે મેન્ડેટ (વ્હીપ) અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ને સત્તા આપતો અધિકાર પત્ર આપતાં જણાવ્યું હતું કે બ.કાં. જિલ્લાની થરા નગર પાલિકા માટે ભાજપના નિશાન પર ચૂંટાયેલા સભ્યો પૈકી રસિકભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ ને કારોબારી ચેરમેન,પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા ને પક્ષનાં નેતા અને વિક્રમભાઈ કે. પરમારને દંડક તરીકે ચૂંટી કાઢવા (નિયુક્ત કરવા) અંગેનો મેન્ડેટ (વ્હીપ) આપતા તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ સત્તા સંભાળી હતી થરા નગર પાલિકાના હોલમાં બુધવારના યોજાયેલ આ કાર્યક્રમમાં થરા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ધીરજકુમાર કે.શાહ, કોર્પોરેટર મહેન્દ્રસિંહ કે.વાઘેલા, વિક્રમસિંહ વાઘેલા,ભુપતજી એન.ગોહિલ,પરસોત્તમભાઈ રાવળ,રઘુભાઈ મકવાણા,થરા શહેર ભાજપ મહામંત્રી અલ્પેશભાઈ શાહ (શેઠ),પૂર્વ કોર્પોરેટર બાબુભાઈ દેસાઈ,જૈન અગ્રણી કિરણભાઈ શાહ સહીત
સહીત વિશાળ સંખ્યામાં ચાહકો હાજર રહી ફુલહાર પહેરાવી મ્હોં મીઠુ કરી શુભેચ્છાઓ આપી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦

 

Back to top button
error: Content is protected !!