DAHODGUJARAT

દાહોદ શહેરમા ઢોલ નગારા તેમજ અગલે બરસ તુ જલ્દી આ ના કોલ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી 

તા.૦૬.૦૯.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod :દાહોદ શહેર ગણપતિ બાપા મોરિયાના જય જયકાર સાથે ગુંજી ઉઠયું

 

દાહોદ શહેરમા ઢોલ નગારા તેમજ અગલે બરસ તુ જલ્દી આ ના કોલ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપી

 

દાહોદના કૂત્રિમ તળાવ ખાતે ગણપતિ બાપાને વિસર્જન કરાયા

 

દાહોદ શહેરમાં દસ દિવસનું આતિથ્ય ભોગવી અનંત ચૌદશના દિવસે તારીખ 06-09-2025 શનિવારના રોજ ગણપતિ બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. ધાર્મિક માન્યતાઓ મુજબ ગણેશ ચતુર્થી પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીની પ્રતિમાને 10 દિવસ સુધી સતત સેવા, પૂજા, ભક્તિ કરી અનંત ચૌદસના દિવસે પાણીના પ્રવાહમાં વિસર્જન કરવામાં આવે છે. સતત 10 દિવસનનો ગણેશજીનો પાવન ઉત્સવ નગરજનો સતત સેવા પૂજા અને ભક્તિભાવ સાથે ઉજવવામાં આવેલ હતો. નગરના અલગ અલગ પંડાલો તેમજ ઘર ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવેલ હતી.દાહોદ શહેરના ફ્રીલેન્ડગંજ વિસ્તારમા પારસી કોલોનો યુવક મંડળ દ્વારા સિંદૂર ઓપરેશન થકી સુંદર ઝાંખી બનાવી હતી આ ઝાંખી થકી ભક્તિ અને શક્તિનો સંગમ શહેરમાં જોવા મળતો હતો.દાહોદ શહેરના અલગ અલગ ગણેશ પંડાલોમા નગરના અધિકાર વર્ગ, રાજકીય વર્ગ તેમજ સામાજિક કાર્યકર્તાઓના ઘસારો ગણપતિજીના આશીર્વાદ તેમજ પૂજા કરવા માટે આવેલ હતો .જેમાં આજરોજ ગણપતિ વિસર્જન કરવાના દિવસે દરેક પરિવારો જ્યાં બાપાનુ સ્થાપન કરેલ હોય તેમજ પંડાલોમા પૂજા અર્ચના કરી ભગવાનના રથને સજાવી વાજતે ગાજતે વિદાય આપવા માટે નગરજનો ઉત્સાહિત જોવા મળતા હતા. અમુક પરિવારો દ્વારા માટીના ગણપતિ લાવતા તેઓએ ઘરમાં જ ગણપતિજી નું વિસર્જન કર્યું હતું અને વિસર્જન કરેલ પવિત્ર જળ ફૂલ છોડના કુંડાઓમા અર્પણ કરવામાં આવેલ હતું. ગણપતિ વિશર્જન દાહોદ શહેરના કૂત્રિમ તળાવ ખાતે ખાતે ભાવિક ભક્તો દ્વારા કરવામાં આવેલ હતું. ભાવિક ભક્તો સવારથી જ કાર ,મોટર સાયકલ ,ચાલતા, હાથલારી તેમજ ડી.જે અને ઢોલ નગારા સાથે ગણપતિ બાપાને બેસાડી વિસર્જન કરવા કુત્રિમ તળાવ ખાતે પહોંચ્યા હતા.

શહેરમા ગણેશજીના વિસર્જન ટાણે નીકળેલ શોભાયાત્રામા નાશિક ઢોલ,તેમજં વિવિધ જગ્યાએથી આવેલ ડી.જે તેમજ ગણપતિ આયોજકોના ગણવેશે અનેરું આકર્ષણ જમાવ્યું હતું. દાહોદ શહેરમાં વિસર્જન ટાણે નીકળેલ શોભાયાત્રામા ભાવિક ભક્તો નાચતા ઝુમતા તેમજ રાસ ગરબા કરતા જોવા મળતા હતા. નગરના રાજમાર્ગો ગણપતિ બાપાના જય જયકાર સાથે ગુંજી ઉઠેલ હતું. ભાવિક ભક્તોનો શોભાયાત્રામાં અનેરો ઉત્સાહ જોવા મળતો હતો. ગણપતિ બાપાના દસ દિવસનાં આતીથ્ય બાદ ગણપતિ બાપાના વિસર્જન ટાણે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. બાપાને અગલે બરસ તુ જલ્દી આ ના કોલ સાથે ગણપતિ બાપાને ભાવભરી વિદાય ભાવિક ભક્તો દ્વારા આપવામાં આવી હતી. વરસતા વરસાદમાં પણ ભાવિક ભક્તોનો ઉત્સાહ જરા પણ ઓછો જોવા મળતો ન હતો. વરસતા વરસાદમાં પણ ભાવિક ભક્તો નાચતા ઝૂમતા જોવા મળતા હતા. દાહોદ નગરપાલિકા દ્વારા કુત્રિમ તળાવમાં ગણપતિ બાપાનુ વિસર્જન કરે ત્યાં પૂજાપો તેમજ ફૂલમાળા અલગ લેવાની સુંદર વ્યવસ્થા કરેલ હતી જેથી તળાવો ગંદા ન થાય. નગરમાં બિરાજમાન મોટા ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે નગરપાલિકા પાલિકા દ્વારા હિટાચી મશીન તેમજ નાના ગણપતિના વિસર્જન માટે તરવૈયાની ટીમ સાથે તરાપાની સુંદર વ્યવસ્થા કરેલ હતી કુત્રિમ તળાવ કિનારે લાઇટીંગની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી. નગરપાલિકા દ્વારા વરસાદ વચ્ચે સતત માઈક પર સૂચનાઓ આપી જાહેર જનતાને ગણપતિ વિસર્જન માટે જરૂરી સુચનો આપી રહેલ હતી. જી.ઈ.બીના કર્મચારીઓ દ્વારા પણ ગણેશજીના રથ સાથે ચાલી રસ્તામાં કોઈ અડચણ ન પડે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!