GUJARATKARJANVADODARA

NFSA યોજના કરજણમાં 8990 રેશનકાર્ડ ધારકોને નોટિસ

કરજણ તાલુકામાં રેશનકાર્ડ ધારકોને નોટિસ 8990 કાર્ડ પર કાર્યવાહી કરવામાં આવશે

નરેશપરમાર.કરજણ –

NFSA યોજના કરજણમાં 8990 રેશનકાર્ડ ધારકોને નોટિસ

કરજણ તાલુકામાં રેશનકાર્ડ ધારકોને નોટિસ 8990 કાર્ડ પર કાર્યવાહી કરવામાં આવશે

કરજણ તાલુકા તથા નગરમાં ૮૯૯૦ રેશનકાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (NFSA) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સબસિડીવાળું સસ્તું અનાજ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં પીએમ કિસાન તથા પાનકાર્ડની ઈ-કેવાયસી પ્રક્રિયામાં અપાત્ર લાભાર્થીઓની યાદી બહાર આવતા આ કાર્યવાહી હાથ ધરાઈ છે. નોટિસ મુખ્યત્વે જમીન ધરાવતા ખાતેદારો, વાર્ષિક 6 લાખથી વધુ આવક ધરાવતા વ્યક્તિઓ, GST ભરતા વેપારીઓ અને આવકવેરા રિટર્ન દાખલ કરનારાઓને આપવામાં આવશે. કરજણ તાલુકામાં ૮૯૯૦ રેશનકાર્ડ શંકાસ્પદ માનવામાં આવ્યા છે. પુરવઠા વિભાગ દ્વારા નોટિસ મળતા લાભાર્થીએ જરૂરી પુરાવા સાથે હાજર થવાનું રહેશે. આ પગલાંનો હેતુ અપાત્ર લોકોને યોજનામાંથી બહાર કરી ખરા હકદારો સુધી સસ્તું અનાજનો લાભ પહોંચાડવાનો છે.

Back to top button
error: Content is protected !!