GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાના NFSA રેશનકાર્ડ ધારકોએ ૩૦ એપ્રિલ સુધીમાં ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી:તા.૧૫ એપ્રિલ–ભારત સરકારની ગાઇડલાઇન મુજબ સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ડાયરેકટર બેન્ક ટ્રાન્સફર DBT નો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતાં તમામ નાગરિકોનું ફરજીયાત આધાર બેઝડ ઈ-કેવાયસી કરવાનું થાય છે. આ ઈ-કેવાયસીની લાભાર્થી  માય રેશન મોબાઈલ એપ્લીકેશન દ્વારા ઘરે બેઠાં ફેસ ઓથેન્ટીકેશન મારફતે કરી શકે છે.  ઉપરાંત લાભાર્થી મામલતદાર કચેરીમાં થમ્બ ઈમ્પ્રેશન આપી, ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં વીસીઈ મારફતે, ગામ/શહેરની શાળાના શિક્ષકો, આચાર્ય, પોસ્ટ માસ્તર તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી શકાશે.

તા. ૧ મે, ૨૦૨૫ થી એનએફએસએ હેઠળ મળવાપાત્ર સબસીડીવાળું અનાજ બંધ થવા બાબતે પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે દરેક એનએફએસએ રેશનકાર્ડ ધારકોએ તથા રેશનકાર્ડમાં સમાવિષ્ટ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરાવવું ફરજીયાત છે. જેથી નવસારી જિલ્લાના તમામ એનએફએસએ રેશનકાર્ડ ધારકોને તા. ૩૦ મી એપ્રિલ, ૨૦૨૫ સુધીમાં (જાહેર રજાના દિવસો સહિત) માય રેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા જાતે, સંબંધિત મામલતદાર કચેરી તથા તમામ ગ્રામ પંચાયત ખાતે ઈ-ગ્રામ સેન્ટરમાં રૂબરૂ આવી, સરકાર માન્ય વાજબી ભાવની દુકાનના સંચાલકો દ્વારા પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઈ-કેવાયસી કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી, નવસારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!