BUSINESSGUJARAT

નિફટી ફ્યુચર ૨૫૮૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૮.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૪૯૬૧ સામે ૮૪૭૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૪૧૧૦ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,દિવસ દરમ્યાન સરેરાશ ૮૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૪૧૮૦ પોઈન્ટ બંધ થયેલ.

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૬૩૨૫ સામે ૨૬૧૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૫૯૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો,સરેરાશ ૨૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૯૬૫ પોઈન્ટ બંધ થયેલ.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત ચોથા દિવસે ફંડોનું ઓફલોડિંગ થયું હતું. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દેશો કબજે કરવાની સામે વિશ્વના ઉહાપોહ-આક્રોશ છતાં ટસના મસ નહીં થતાં જીઓપોલિટીકલ ટેન્શન સતત વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે ભારતીય શેર બજારોમાં પણ ફંડો ઈન્ડેક્સ બેઝડ સતત સાવચેત રહ્યા હતા. ભારતના જીડીપી વૃદ્વિ માટેના નાણા વર્ષ ૨૦૨૬ માટેના પ્રથમ એડવાન્સ અંદાજ ૭.૪%ના આવતાં એક તરફ પોઝિટીવ પરિબળ સામે હજુ ભારત પર ટેરિફ વધારવાની ટ્રમ્પની ચીમકીને લઈ ફંડો ઈન્ડેક્સ બેઝડ નવી મોટી પોઝિશન લેવાથી દૂર રહ્યા હતા.

ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી સામે ફંડોએ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી કરતાં બજારમાં મોટું ધોવાણ અટક્યું હતું. કોર્પોરેટ પરિણામોની પણ આજે બજારમાં સ્ટોક સ્પેસિફિક પોઝિટીવ, નેગેટીવ અસર જોવાઈ હતી. આ સાથે હેલ્થકેર, કેપિટલ ગુડઝ શેરોમાં પણ પસંદગીની ખરીદી રહી હતી. સેન્સેક્સ, નિફટી બેઝડ ઘટાળા બાદ રિકવરી અને સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં આરંભમાં વ્યાપક વેચવાલી બાદ ઘટાડે ફંડો, ખેલંદાઓએ પસંદગીની ખરીદી કરતાં કેટલાક શેરોમાં રિકવરી જોવાઈ હતી.અલબત ઘટનાર શેરોની સંખ્યા આજે પણ વધુ રહી હતી.

કરન્સી માર્કેટની વાત કરીએ તો, ગુરુવારે શરૂઆતના વેપારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો,જેના કારણે વિદેશી ભંડોળનો સતત પ્રવાહ,વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને સંભવિત યુએસ ટેરિફ વધારાની ચિંતાઓ જોવા મળી.વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ બુધવારે રૂ.૧૫૨૭.૭૧ કરોડના ઇક્વિટી વેચ્યા,એમ એક્સચેન્જ ડેટા દર્શાવે છે. એનએસઓ દ્વારા જાહેર કરાયેલા પ્રથમ એડવાન્સ અંદાજ મુજબ ભારતનું અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં ૭.૪%ના દરે વૃદ્ધિ પામશે,જે પાછલા વર્ષના ૬.૫% ના વિકાસથી નોંધપાત્ર પ્રવેગક છે,તેમ છતાં,આરબીઆઈ એ ચલણને ૯૦ ના સ્તરથી ઉપર લાવવા માટે ભારે હસ્તક્ષેપ કર્યો.આંશિક રીતે રૂપાંતરિત ચલણ હાલમાં ૯૦.૯૦ પર ટ્રેડ થઈ રહ્યું છે,જે બુધવારે તેના અગાઉના બંધ ૮૯.૮૭ થી ૩ પૈસા નબળું છે.ચલણ અનુક્રમે ૮૯.૯૮૫૦ અને ૮૯.૭૩ ના ઉચ્ચ અને નીચલા સ્તરને સ્પર્શ્યું.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોના-ચાંદીના બજારમાં રોકાણકારોને મોટો ઝટકો લાગ્યો છે. અગાઉની તેજી બાદ બજારમાં ભારે વેચવાલીનું દબાણ આવતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે. ચાંદીમાં ₹૭,૮૦૦થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ ₹૧૧૦૦થી વધુ તૂટ્યું છે.દિવસ દરમિયાન ભારે વેચવાલીને કારણે ચાંદીનો ભાવ ગગડ્યો હતો. ઐતિહાસિક તેજી બાદ ભારે નફાવસૂલી (પ્રોફિટ-બુકિંગ) અને વૈશ્વિક બજારના નબળા સંકેતોને કારણે આ મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ મોટી ઉથલપાથલને કારણે રોકાણકારો હાલમાં સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૯૯% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. ઓટોમોબાઈલ,ઓઈલ-ગેસ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ એન્ડ ટેકનોલોજી અને હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ ફંડોએ ખરીદી કરી હતી.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૭૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૧૬૦ અને વધનારની સંખ્યા ૧૦૩૯ રહી હતી, ૧૭૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૯૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૭૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં આઈસીઆઈસીઆઈ બેંક ૦.૫૧%,એસબીઆઈ લાઈફ ૦.૪૫% વધ્યા હતા,જ્યારે જીન્દાલ સ્ટીલ ૦૫.૬૫%,અદાની ગ્રીન ૩.૫૪%,ટેક મહિન્દ્ર ૨.૮૯%,વોલ્ટાસ ૨.૬૦%,ભારત ફોર્જે ૨.૨૭%,ઓરબિંદો ફાર્મા ૨૫.૬૦%,બીએસઈ ૧.૯૭%,એચડીએફસી એએમસી ૧.૯૦%,એસબીઆઈ કાર્ડ્સ ૧.૬૮%,ગ્લેનમાર્ક ફાર્મા ૧.૬૩%,ઇન્ફોસિસ લીમીટેડ ૧.૫૬%,ગ્રાસીમ ૧.૫૩%,લ્યુપીન ૧.૨૫%,સન ફાર્મા ૧%ઘટ્યા હતા.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્ર ૭.૪ %ના દરથી વધવાનો અંદાજ છે એટલે કે ૨૦૨૫-૨૬માં ભારતનો જીડીપી ૭.૪% રહેવાની આશા છે.અમેરિકાના ટેરિફ અને વૈશ્વિક અનિશ્ચિતતા છતાં ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રનું સ્ટેટ્સ જાળવી રાખશે.સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન મંત્રાલય દ્વારા જારી ફર્સ્ટ એડવાન્સ એસ્ટિમેટ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ એટલે કે એપ્રિલ,૨૦૨૫થી માર્ચ,૨૦૨૬ દરમિયાન જીડીપી ૭.૪%રહેશે.આ અંદાજ આરબીઆઇના ૭.૩%ના અંદાજ અને સરકારના અગાઉના ૬.૩ થી ૬.૮%ના અંદાજ કરતા વધારે છે.ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષમાં ભારતનો જીડીપી ૬.૫ % રહ્યો હતો.અમેરિકા દ્વારા ભારતીય વસ્તુઓ પર ૫૦% ટેરિફ,વેપાર તંગદિલી વધવા અને મહત્ત્વપૂર્ણ નિકાસ સેક્ટરોમાં અવરોધનો ખતરો જેવા પડકારો છતાં ભારતીય અર્થતંત્ર ૭.૪%નાં દરે વિકાસ કરી રહ્યું છે તે એક મહત્ત્વપૂર્ણ બાબત છે.

જીઓપોલિટીકલ ટેન્શન ફરી વધતું જોવાઈ રહ્યું છે. અમેરિકાના વેનેઝુએલા પર હુમલા અને સત્તા પલટાની કવાયત અને બીજી તરફ ચાઈનાએ તાઈવાન પર કબજો જમાવવા શરૂ કરેલી કવાયતને લઈ ફરી જોખમી પરિબળો સર્જાયા છે. બીજી તરફ આર્થિક મોરચે એક પછી એક દેશો પોતાની રક્ષણાત્મક નીતિ અપનાવીને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા ટેરિફ વધારાનો માર્ગ અપનાવી રહ્યા છે. જેમાં હવે ભારતે પણ સ્ટીલની આયાત મોંઘી બનાવી અને નિકાસોને અન્ય દેશોમાં પ્રોત્સાહનો માટેના પગલાં, પેકેજ જાહેર કરવાનું ચાલુ રાખ્યું છે. આ સાથે દેશમાં એમએસએમઈ ઉદ્યોગોન ધિરાણ પ્રોત્સાહનો આપીનેદેશના મેઈક ઈન ઈન્ડિયા મિશનને આગળ વધારવા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!