
તા.૦૪.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:મહિલાઓ પર થતી હિંસા મુકત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીની ઓ માટે જાગૃતિ કાર્યક્રમ લીમખેડા ખાતે યોજાયો.
મહિલાઓ પર થતી હિંશા નાબૂદી અભિયાન અંતર્ગત અભયમ 181 મહિલા હેલ્પ લાઇન ટીમ લીમખેડા અને નવસર્જન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કૉલેજ માં કૉલેજ ની યુવતિઓ માટે જાગૃતિ કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાઇ ગયો જેમાં કોલેજ ની 110 જેટલી વિદ્યાર્થીની ઓ
ભાગ લીધો હતો. અભયમ ટીમ દ્વારા મહિલાઓ, યુવતિઓ, કિશોરી ઓ પર થતી વિવિઘ પ્રકાર ની હિંસા વિષે જાણકરી આપવામા આવી હતી જેમાં મહિલા પર થતી શારીરિક, માનસીક અને જાતિય સતામની, ઘરેલું હિંસા, બિન જરૂરી કોલ મેસેજ થી હેરાન ગતી લગ્નેતર અને લગ્ન બહાર ના સંબંધો, માનવ વેચાણ, બાળકો પર અત્યાચાર વગેરે વિશે જાણકરી આપવામા આવી હતી અને આવા સંજોગો માં કેવી રીતે કાયદાઓ, પોલીસ અને હેલ્પ લાઇન ની મદદ મેળવવી તે વિશે સમજ આપવામાં આવી હતી. આ ઉપરાત સ્વ રક્ષણ, સભાનતા અને જાગૃતિ રાખવાં સર્વે ને અપીલ કરવામાં આવી હતી




