AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાની પ્રાથમિક શાળા વાંવદા ખાતે શાળા સ્થાપના દિવસ તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના  આહવા તાલુકાની પ્રાથમિક શાળા વાંવદા ખાતે શાળા સ્થાપના દિવસ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક તથા ધારાસભ્ય વિજયભાઈ આર. પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય રણજીતકુમાર પટેલ દ્વારા કરવામા આવ્યુ હતુ.આ પ્રસંગે શાળાના બાળકો તેમજ ગ્રામજનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ  સુરેશભાઈ ચૌધરી દ્વારા શિક્ષણની સાથે બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતા શાળાના કાર્ય ને બિરદાવ્યુ હતુ. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વિજયભાઈ  દેશમુખ દ્વારા શાળા સાથે ગ્રામજનોના સહકારથી થઈ રહેલા બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળાએ કરેલા કામો ને બિરદાવ્યા હતા.તદુપરાંત આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેલા નાયબ મુખ્ય દંડક દ્વારા શાળાની શૈક્ષણિક સિદ્ધિઓ, શાળાએ ગામ સાથે મળી બાળકો તથા શાળા વિકાસની કામગીરી  કરનાર શિક્ષકોની સેવાને બિરદાવી હતી.આ પ્રસંગે વધુમાં તેમને જણાવ્યું હતું કે એક નાનકડી શાળા પણ ઉત્તમ કાર્ય કરી શકે જેનું આ ઉદાહરણ છે.વધુમાં દંડક વિજયભાઈ આર. પટેલ દ્વારા શાળા વિકાસ માટે ધારાસભ્ય ફંડ માંથી 150000/- રૂપિયા આપવાની જાહેરાત કરતા શાળાનાં શિક્ષકો, બાળકો તેમજ તમામ  ગ્રામજનોએ અંતઃ કરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.અંતે શાળામાં કામ કરી રહેલા શિક્ષકોમાં રણજીતકુમાર પટેલ તથા સંજયભાઈ એમ.ચવધરી તેમજ બાલમિત્ર રિતેક્ષાબેનને આવા દિવ્ય કાર્ય કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,જિલ્લાનાં તમામ B.R.C. CO તથા તાલુકા પ્રા.શિ. સંઘ ના પ્રમુખ તેમજ જિલ્લા તાલુકાનો તમામ સ્ટાફ ઉપરાંત crc.co.પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.આ કાર્યક્રમના અંતે શાળાના ઉપશિક્ષક સંજયભાઈ ચવધરીએ આ કાર્યક્રમને સફળ બનાવનાર તમામ મહેમાનો તથા વાંવદા ગામના ગ્રામજનોનો  હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન વિજયભાઈ પી.ખાંભુ કર્યું હતુ.અને આ કાર્યક્રમના અંતે પ્રીતિ ભોજન લઇ સૌ છુટા પડ્યા હતા..

Back to top button
error: Content is protected !!