
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં નાતાલ અને 31 ડિસેમ્બરને લઈ પોલીસ સતર્ક,શામળાજી,મોડાસા,કાલીયાકુવા સહીત 29 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી
31 ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દારૂની રેલમછેલ અટકાવવા માટે અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે અરવલ્લી જિલ્લાની વિવિધ ચેકપોસ્ટ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યું છે અને વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે રાજસ્થાન સહીત આંતરરાજ્યર માથી વિદેશી દારૂ સહીત ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા પોલીસ સતર્ક બની છે શામળાજી,મોડાસા,કાલીયાકુવા સહીત 29 ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે તમામ પોલીસ ચેક પોસ્ટ ઉપર સુરક્ષા જવાનો નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે LCB, SOG સહીત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન સહિતની ટિમો દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ હાથ ધરાશે તેમજ SRP કંપની ની પણ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા માંગ કરવામાં આવી




