પાલનપુરમાં મોટારામજી મંદિર કરોડના ખર્ચે નવ નિર્માણ શુભારંભ થશે. મંદિરના પ્લાનિંગ નું આખરી ઓપ અપાયો
26 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરમાં મોટારામજી મંદિર કરોડના ખર્ચે નવ નિર્માણ શુભારંભ થશે. મંદિરના પ્લાનિંગ નું આખરી ઓપ અપાયો.પાલનપુર મોટા રામજી મંદિર લાખો ભક્તોનું આસ્થા નું કેન્દ્ર જેને ઘણા વર્ષોથી આ મંદિરની જીર્ણોધ્ધાર આખરી ઓપ તૈયારીઓ થઈ રહી હતી જો કે મંદિરના મહંત. ટ્રસ્ટીઓ. તેમજ હિન્દુ સંગઠનો એક મીટીંગ નું આયોજન કરી આ મંદિર નવનિર્માણ 5 ઓક્ટોબર નું શુભ મુહર્ત નીકાળી જેનો પ્લાન આખરીઓપ તૈયારીઓ મીટીંગ શરૂ કરી હતી.પાલનપુર મોટા રામજી મંદિર શ્રી રામ સેવા સમિતિ તેમજ રામજી મંદિરના મહંત અને હિન્દુ સંગઠનો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો વર્ષ દરમિયાન યોજાતા રહે છે આ મંદિરને નવ નિર્માણ માટે મોટી સંખ્યામાં ભક્તોએ દાનનો ધોધ વહેતો કર્યો હતો આખરે આ મંદિર નવનિર્માણ કરવા માટે ટ્રસ્ટીઓ તેમજ હિંદુ સંગઠન હોય હાજરી આપી શુભ મુહૂર્તનો દિવસ પાંચ ઓક્ટોબર આસો તેરસના દિવસે સવારે 9:00 થી 11વાગે નક્કી કરવામાં આવ્યો છે જેમાં હિન્દુ ભાવિકોને હાજર રહેવા જણાવ્યું હતું આ મીટીંગમાં ઉદ્યોગપતિ દલસુખભાઈ અગ્રવાલ. શિવરામભાઈ પટેલ. દિપક શાહ. પરેશ ખડાલીયા. હેમાંશુ પ્રજાપતિ. રાકેશભાઈ ગોસ્વામી. પંકજભાઈ દરજી. દિનેશભાઈ દયા. વિજય પટેલ ગિરીશ માળી. મુકેશ પ્રજાપતિ ભુપેન્દ્ર માળી. તેમજ અન્ય હિન્દુ સંગઠનો હાજર રહ્યા હતા જોકે આ મંદિરનો આખરી ઓપ આપવા માટે જગ્યા નું માપ તેમ જ પ્લાન સોમપુરા તેમજ એન્જિનિયર જાણકરો પાસે વિગત મેળવી આગળની કામગીરી શ્રી ગણેશ કર્યા હતા વધુ દાન મળે તેને લઈને રામજી મંદિરના મહંત શ્રી શ્રી 1008 મહંત શ્રી રાઘવદાસજી મહારાજ વધુ દાન જીર્ણોદ્ધાર માટે મળે તેને લઈનેભક્તોને અનુરોધ કર્યો હતો.