દેવગઢ બારિયા તાલુકાના નાના કેલીયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાઇ પ્રાકૃતિક ખેતીની કિસાન ગોષ્ટિ
તા.૨૬.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Devgadhbariya:દેવગઢ બારિયા તાલુકાના નાના કેલીયા ગામે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાઇ પ્રાકૃતિક ખેતીની કિસાન ગોષ્ટિ
દેવગઢ બારિયા તાલુકાના નાના કેલીયા ગામે આત્મા પ્રોજેક્ટ દાહોદ અંતર્ગત કિસાન ગોષ્ટિ યોજાઈ હતી. જેમાં પ્રાકૃતિક ખેતીના પાંચ આયામોનું માર્ગદર્શન આપી ખેડૂતોને લાઈવ ડેમો જીવામૃત બતાવી પ્રાકૃતિક તરફ વાળવા તાલીમ આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ અને પ્રગતિશીલ ખેડૂત અને ગામના સરપંચની હાજરીમાં આયોજન કરી રહી પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરવાથી પાણી, જમીન અને પર્યાવરણનું જતન કરે છે. તેનાથી દેશી ગાયનું જતન-સંવર્ધન થાય છે. પાણીનો વપરાશ ઓછો થાય છે. લોકોને આરોગ્યપ્રદ અનાજ મળે છે અને કૃષિ ખર્ચ નહિવત થાય છે અને પ્રાકૃતિક કૃષિ પેદાશોના સારા ભાવ મળે છે જેનાથી ખેડૂતોની આવક વધે છે. સાથે ખેતી પોષણક્ષમ કરી શકાય છે અને ખેડૂતનું જીવન ધોરણ પણ સુધરી શકે છે